Moong Dal Side Effects: હેલ્ધી ડાયેટ પ્લાન કરતા હોય તો તેમાં દાળનો સમાવેશ કરવામાં આવે જ છે. કારણ કે દાળ પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. બધી જ દાળની સરખામણીમાં સૌથી વધારે મગ અને મગની દાળનું સેવન થતું હોય છે. મગને પલાળીને, તેને ફણગાવીને કે તેની દાળનો પણ ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. મગની દાળ કોઈપણ રીતે ખાવામાં આવે તો તે ફાયદો જ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આવું તમે પણ માનતા હોય તો તમને જણાવી દઈએ કે મગની દાળ કેટલાક લોકોને નુકસાન પણ કરી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો નું જણાવવું છે કે કેટલીક મેડિકલ કન્ડિશનની સ્થિતિમાં વ્યક્તિ મગ કે મગની દાળનું સેવન કરે તો તેની હાલત બગડી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે વ્યક્તિએ કેવી મેડિકલ કન્ડિશનમાં મગની દાળનો ઉપયોગ ન કરવો જોઈએ.


Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત
IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન
'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો


લો બ્લડ પ્રેશર
જે લોકોનું બ્લડ પ્રેશર લો રહેતું હોય તેમણે મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર ના દર્દી માટે મગ ખાવા ફાયદાકારક છે પરંતુ લો બ્લડ પ્રેશરમાં તો આ દાળ બિલકુલ ન ખાવી 


પેટ ફૂલી જવું
જે લોકોને બ્લોટીંગની સમસ્યા હોય તેમણે પણ મગથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેની અંદર શોર્ટ ચેન કાર્બ હોય છે જે ડાયજેશનમાં ગડબડ ઊભી કરી શકે છે. જેના કારણે બ્લોટીંગ વધી શકે છે.


રક્ષાબંધન પર બહેનને ગિફ્ટમાં આપો ફાઇનાન્શિયલ સિક્યોર ભવિષ્ય, આ રહ્યા ઓપ્શન
Astro Tips: શિવજીને જળ અર્પણ કરતી વખતે આ નિયમોનું કરો પાલન, 99 ટકા લોકો છે અજાણ


લો બ્લડ સુગર
જે લોકોના રક્તમાં સુગરનું પ્રમાણ ઓછું રહેતું હોય તેમણે પણ મગ કે મગની દાળ ન ખાવી. લો બ્લડ શુગરના કારણે જો નબળાઈ કે ચક્કર આવવાની ફરિયાદ રહેતી હોય તો મગનું સેવન કરવાથી તે તકલીફ વધી શકે છે.


Manipur Gang Rape: ક્યારે શરૂ થઇ ભયાનક હિંસા અને મહિલાને સરેઆમ નગ્ન કરનાર કોણ છે?
ઇસ્લામ મુજબ...ફક્ત 18 ની ઉંમરમાં લીધો સંન્યાસ, વર્લ્ડ ક્રિકેટમાં મચાવ્યો તહેલકો!


યુરિક એસિડ
જે લોકો યુરિક એસિડથી પરેશાન હોય તેમણે પણ મગની દાળ ખાવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી શકે છે અને સાંધાના દુખાવાની ફરિયાદ પણ વધી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube