Weight Loss Drink: વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી અને ફૂડ હેબિટ્સ એવી થઈ ગઈ છે જેના કારણે મોટાભાગના લોકો ઓવરવેટ એટલે કે વધારે વજન ની સમસ્યાથી પીડિત છે. દોડધામ ભરેલી જીવનશૈલીમાં લોકોને એક્સરસાઇઝ કરવાનો પણ સમય નથી. તેના કારણે વજન સતત વધતું રહે છે. શરીરનું વજન જો વધારે હોય તો લોકો જીવલેણ બીમારીનો ભોગ પણ સરળતાથી બને છે. જો વજન ઘટાડવું હોય તો તેના માટે વધારે મહેનત કરવાની કે સમય કાઢવાની પણ જરૂર નથી. તમે પોતાની દિનચર્યા ને વ્યવસ્થિત કરીને પણ વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકો છો. આજે તમને એક એવો જ જોરદાર ઉપાય જણાવીએ જેને નિયમિત કરવાથી 30 દિવસમાં જ તમે વજનમાં ઘટાડો કરી શકો છો. તેના માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. તમારે રોજ સવારે એક ગ્લાસ આ પાણી પીવાનું છે. દિવસની શરૂઆત આ પાણીથી કરશો એટલે થોડા દિવસમાં તમને શરીરમાં ફેરફાર દેખાવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજમાથી ઘટાડો વજન


આ પણ વાંચો:


ચા-કોફી છોડો સવારે આ ચારમાંથી કોઈ એક વસ્તુ પીવાની પાડો ટેવ, શરીર રહેશે નિરોગી


ચોમાસામાં થતાં શરદી-ઉધરસથી 1 જ દિવસમાં મળશે રાહત, અજમાવો આ ચારમાંથી કોઈ એક ઉપાય


1 ફાકી અનેક રોગનો કરશે સફાયો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં અને અન્ય બીમારીઓ પણ થશે દુર


વધેલું વજન ઘટાડવા માટે આ ખૂબ જ અસરકારક ઘરેલુ નુસખો છે. જે લોકોનું વજન વધી ગયું હોય તેમણે ચિંતા કરવાની બદલે આ પાણી પીવાની શરૂઆત કરી દેવી જોઈએ. તમારા બધાના વજનને અજમા ફટાફટ ઘટાડી શકે છે. અજમા એવો મસાલો છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા રાત્રે પલાળી દેવા. સવારે જાગીને સૌથી પહેલા આ પાણી ગાળીને પી જવું. 


સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર અજમામાં રહેલું થાયમોલ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને પાચન ક્રિયા સુધારે છે. તેના કારણે એસીડીટી ની સમસ્યા પણ થતી નથી. સાથે જ અજમાનું પાણી પેટ અને કમર પર જામેલી ચરબીને ફટાફટ ઓગાળે છે.


સવારના સમયે અજમાનું પાણી પીવાથી પેટ સંબંધિત અન્ય બીમારીઓ પણ દૂર થાય છે જે લોકોને કબજિયાત હોય, ગેસ હોય કે એસીડીટી ની સમસ્યા રહેતી હોય તે પણ અજમાનું પાણી પીવાથી દૂર થઈ જાય છે. જો તમે અજમાનું પાણી એક મહિના સુધી નિયમિત પીવો છો તો ત્રણથી ચાર કિલો વજન સરળતાથી ઓછું થઈ જાય છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)