Health Tips: તમને પણ થઈ શકે છે મોઢાનું કેન્સર, શરૂઆતના લક્ષણો જાણી લો, નહીં તો થઈ જશે વાર...
જો મોં, હોઠ અથવા જીભ પર કોઈ ઘા અથવા ચાંદા પડી જાય છે તો તરત જ ડોક્ટરને દેખાડજો, ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય તો ખબર પડી જાય. અને તેનો ઈલાજ થઈ શકે. આ સિવાય જો કોઈ લક્ષણ ના દેખાય કેટલીક આ વાતો પર ધ્યાન આપો.આપણા દેશમાં મોઢાના કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે. પરંતુ જો તમને લાગે છે કે માત્ર તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે તો એવું નથી. મોઢાનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર કોઈને પણ થઈ શકે છે અને તેનું સૌથી મોટુ કારણ છે ઈમ્યુન સિસ્ટમ નબળી હોવી.
નવી દિલ્લીઃ જો મોં, હોઠ અથવા જીભ પર કોઈ ઘા અથવા ચાંદા પડી જાય છે તો તરત જ ડોક્ટરને દેખાડજો, ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય તો ખબર પડી જાય. અને તેનો ઈલાજ થઈ શકે. આ સિવાય જો કોઈ લક્ષણ ના દેખાય કેટલીક આ વાતો પર ધ્યાન આપો.આપણા દેશમાં મોઢાના કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે. પરંતુ જો તમને લાગે છે કે માત્ર તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે તો એવું નથી. મોઢાનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર કોઈને પણ થઈ શકે છે અને તેનું સૌથી મોટુ કારણ છે ઈમ્યુન સિસ્ટમ નબળી હોવી.
આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જજો:
1) મોઢાનું કેન્સર હોવા પર શરૂઆતમાં જ મોઢામાં ગાલની અંદરની તરફ છાલા પડી જવા, મોઢામાં ઘા, લાંબા સમય સુધી હોઠોનું ફાટવું અને ઘાનું આરામથી ન ભરાવુ જેવા સામાન્ય લક્ષણો દેખાય છે. લાંબા સમય સુધી જો મોઢામાં સફેદ ધબ્બા, ઘા, ચાંદા રહે છે તો આગળ જઈને મોઢાનું કેન્સર બની શકે છે.
2) મોઢામાંથી દુર્ગંધ આવવી
3) અવાજ બદલાોવ
4) અવાજ બેસી જવો
5) કંઈ પણ ગળવામાં તકલીફ પડવી
6) લાળ વધુ અથવા લાળ સાથે લોહી આવવું
7) આ તમામ વસ્તુઓ પણ મોઢાના કેન્સરના લક્ષણો છે.
આ લોકોને સૌથી વધુ જોખમ છે:
ધુમ્રપન અથવા નશો કરનારાને કેન્સર થવાનું વધુ જોખમ રહે છે. મોઢાનું કેન્સર મોઢાની અંદર જીભ, પેઢા, હોઠ ક્યાંય પણ થઈ શકે છે. સામાન્ય રીતે મોઢાનું કેન્સર નબળી ઈમ્યુનિટીના કારણે થાય છે આ સિવાય મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવાથી લાંબા સમય સુધી મોઢાના રોગના કારણે પણ કેન્સર થઈ શકે છે. સૌથી વધુ જોખમ એ લોકોને થાય છે. જે તમાકુ અથવા તેનાથી જોડાયેલી વસ્તુ ખાય છે. બીડી, સિગરેટ, દારૂ જેવી વસ્તુઓના સેવનથી મોઢાના કેન્સરનું જોખમ રહે છે.
રાખો આ વાતનું ખાસ ધ્યાન:
1) જો મોઢા, હોઠ અથવા જીભ પર કોઈ ઘા અથવા ચાંદા હોય તો તેને તરત જ ડોક્ટરને દેખાડો. ફર્સ્ટ સ્ટેજમાં કેન્સરની જાણ થઈ જાય છે તો ઈલાજ શક્ય બને છે. આ સિવાય જો કોઈ લક્ષણ ના દેખાય તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો.
2) ધુમ્રપાન અને નશો ના કરો
3) દાંત અને મોઢાને નિયમિત બે વખત સારી રીતે સાફ કરો
4) કોઈ પણ પરિવર્તન દેખાય તો ડોક્ટરથી તપાસ કરાવો
5) જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને ડબ્બામાં પેક કરેલી વસ્તુઓ ના ખાઓ