કેરીને ક્યારેય ન રાખવી ફ્રીજમાં, સ્વાદ થશે ખરાબ અને ખાધા પછી તબિયત પણ બગડશે
Never Refrigerate Mangoes: કેરીની સીઝન શરુ થાય એટલે દરેક ઘરમાં અલગ અલગ વાનગીઓમાં કેરીનો ઉપયોગ શરુ થઈ જાય છે. પરંતુ મોટાભાગના લોકો કેરીને સ્ટોર કરવામાં એક મોટી ભુલ કરે છે જે તેના સ્વાદ અને શરીરના સ્વાસ્થ્યને અસર કરે છે.
Never Refrigerate Mangoes: ગરમીની ઋતુ શરૂ થતા જ બજારમાં કેરી દેખાવા લાગે છે. કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી સાબિત થાય છે. ગરમીની ઋતુમાં કેરી ખાવાથી સ્વાસ્થ્યને લાભ પણ થાય છે. કેરી ખાવાના શોખીન લોકો ઉનાળો શરૂ થાય કે કેરી આવવાની રાહ જોવા લાગે છે. કેરીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ઘણા લોકો કેરીના ટુકડા ખાય છે તો ઘણા તેનો રસ બનાવીને પીવે છે તો વળી કેટલાક આઈસક્રીમ કે મેંગો શેક માં કેરીનો ઉપયોગ કરે છે. કેરી કોઈપણ રીતે ખાઈ શકાય છે પરંતુ તેને સાચવવાને લઈને લોકો મોટી ભૂલ કરતા હોય છે.
વધુ વાંચો:
ગુજરાતની કેસર સહિત ભારતના આ 6 રાજ્યોની કેરી પણ છે વિશ્વપ્રસિદ્ધ, સ્વાદ હોય છે લાજવાબ
જાણો ભારતમાં કયા કયા પ્રકારની મળે છે કેરીઓ અને કેવી રીતે પડ્યા તેના નામ
આ Tips ફોલો કરીને જાણો કેરી મીઠી અને પાકી છે કે નહીં, આ રીત ચેક કરશો તો નહીં છેતરાવ
મોટાભાગના લોકો કેરી ઘરમાં લાવે પછી તેને સાફ કરી અને ફ્રિજમાં સ્ટોર કરતા હોય છે. પરંતુ કેરીને ફ્રિજમાં રાખવી તે હાનિકારક સાબિત થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર કેરીનો સ્વાદ અને તેના ગુણધર્મોને જાળવી રાખવા હોય તો તેને રૂમ ટેમ્પરેચર પર રાખવી સૌથી શ્રેષ્ઠ છે. પાકી કેરીને ક્યારેય ફ્રીજની અંદર રાખવી નહીં. ફ્રીજની બહાર સામાન્ય તાપમાનમાં કેરી રાખવામાં આવે તો તેના એન્ટિઓક્સિડન્ટ તત્વો એક્ટિવ રહે છે અને તે ખાવાથી સ્વાસ્થ્ય અને ફાયદો થાય છે. પરંતુ જો તમે કેરીને ફ્રિજમાં મૂકી દો છો તો તેના એન્ટિઓક્સિડન્ટ તત્વોનો નાશ થઈ જાય છે સાથે જ તેના સ્વાદને પણ અસર થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કેરી કોઈપણ હોય તેને ફ્રીજની બહાર જ રાખવી જોઈએ. જોકે માત્ર કેરી જ નહીં પરંતુ કોઈ પણ ટ્રોપીકલ ફળ હોય તો તેને ફ્રીઝમાં રાખવું નહીં. કારણ કે આવા ફળ ઠંડી પ્રત્યે સંવેદનશીલ હોય છે.
આ સિવાય ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ફ્રીજમાં ફળ અને શાક એક સાથે રાખે છે. આવું કરવાનું પણ ટાળવું જોઈએ. શાકભાજી અને ફળને અલગ અલગ રીતે રાખવા જોઈએ. કારણકે બંને વસ્તુઓ અલગ અલગ પ્રકારની ગેસ રિલીઝ કરે છે. તેવામાં બધું જ એક સાથે સ્ટોર કરવાથી સ્વાદ અને ગુણધર્મોમાં ફરક પડી જાય છે.