ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
સામાન્ય રીતે લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે. અને ભીંડાનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ પણ હોય છે. ત્યારે જો ભીંડાના બીને 8થી 24 કલાક પાણીમાં પલાળ્યા બાદ જો તે પાણી પીવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.
Benefits Of lady Finger: ફળ અને શાકભાજીમાં સ્વાસ્થ્યને લઈને ઘણા ફાયદા થતાં હોય છે. તેમાંનો એક ભીંડો પણ છે. ભીંડાથી પણ ઘણા પ્રકારના ફાયદા મેળવી શકાય છે. તેમાં પણ ભીંડાના પાણીથી પણ ઘણા ફાયદા મળે છે. ભીંડાને પાણીમાં પલાળીને રાખ્યા પછી સવારે જો તેનું પાણી પીવામાં આવે તો બ્લડ સુગરની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.
ભીંડાનું પાણી
લોકો ભીંડાનો ઉપયોગ શાક બનાવવા માટે કરે છે અને આ શાક લોકોને ઘણું સ્વાદિષ્ઠ પણ લાગે છે. ત્યારે ભીંડાનું પાણી પણ લોકોને ઘણા હેલ્થી ફાયદા કરાવી શકે છે. તેમાં પણ ભીંડાની અંદરથી બી કાઢીને તેને 8થી 24 કલાક પાણીમાં પલાળીને તૈયાર કરવામાં આવે છે. અને આ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે અને તેના પર સંશોધન પણ થયા છે.
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
ઘણા ફાયદા મળે છે
ભીંડી પોતાનામાં જ અત્યાધુનિક પૌષ્ટીક અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. ભીંડાનું પાણી વજન ઘટાડવા અને બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે બીજા ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે. આના લાભોને વધારવા માટે પૌષ્ટિક, સંતુલિત આહારના ભાગરૂપે ભીંડાના પાણીનો આનંદ લઈ શકાય છે.
આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે
ભીંડાના પાણીના ફાયદા
ભીંડાની વાત કરીએ તો ભીંડામાં ફાઈટોકેમિકલ્સ, એન્ટી ઓક્સિડન્ટ, પોટેશિયમ, વિટામીન સી, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ, લિનોલિક એસિડ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો એવા છે જે શરીરને પોષણ આપે છે અને સ્વસ્થ બનાવે છે. ભીંડાનું પાણી જેમના શરીરમાં લોહી ઓછું હોય તો તેની ઉણપ પણ દૂર કરે છે. આ ઉપરાંત ભીંડીના પાણીથી કેન્સરના ખતરાને પણ ઓછો કરી શકાય છે. તો કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં ભીંડાનું પાણી ખુબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube