ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે નેશનલ કન્ઝ્યુમર ફોરમના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન આ વાત કહી અને આ મામલાને સુનાવણી માટે નેશનલ કન્ઝ્યુમર ફોરમને પરત મોકલી દીધો.

ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો

Rights of home buyers after possession: સુપ્રીમ કોર્ટે તેના એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે એપાર્ટમેન્ટનો કબજો લીધા પછી પણ ફ્લેટ માલિકો બિલ્ડરે વચન આપેલી તમામ સુવિધાઓ વિશે દાવો કરવાનો તેમનો અધિકાર ગુમાવતા નથી. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે ઘણી વખત ફ્લેટ માલિકો સંજોગોને કારણે એપાર્ટમેન્ટનો કબજો લઈ લે છે, જે દરમિયાન બિલ્ડર દ્વારા અપાયેલી સ્કીમ અધૂરી હોય છે બાદમાં બિલ્ડરો આ સ્કીમમાં બતાવાયેલી સુવિધાઓ પૂરી કરતા નથી. સુપ્રીમે હવે મોટો ચૂકાદો આપ્યો છે કે ફ્લેટનો કબજો મેળવીને ફ્લેટ માલિકો બિલ્ડરે તેમને આપેલા વચનોને ગુમાવી દેતા નથી. એટલે ફ્લેટ લીધા બાદ પણ બિલ્ડરે ફ્લેટ આપતાં સમયે આપેલાં વચનો પૂરા કરવા પડે છે. 

સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે નેશનલ કન્ઝ્યુમર ફોરમના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી દરમિયાન આ વાત કહી અને આ મામલાને સુનાવણી માટે નેશનલ કન્ઝ્યુમર ફોરમને પરત મોકલી દીધો. નેશનલ કન્ઝ્યુમર ફોરમે ફ્લેટ માલિકો વતી વળતરના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તેમણે ફ્લેટનો કબજો લઈ લીધો છે.

સાંભળો બિલ્ડરોએ, વચનો પૂરા કરવા પડશે
સુપ્રીમ કોર્ટે આ આધાર પર અરજી ફગાવવા બદલ રાષ્ટ્રીય ગ્રાહક મંચની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એ સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ કે નેશનલ કન્ઝ્યુમર ફોરમે આ નિર્ણય કયા આધારે આપ્યો છે. ફ્લેટ માલિક દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે બિલ્ડરે કમ્પ્લીશન સર્ટિફિકેટ અને પ્લે કોર્ટ તેમજ કોમ્યુનિટી હોલ કમ ઓફિસ, વોટર સપ્લાય, ગાર્ડનિંગ, જનરેટર સેટ, જીમ વગેરે સુવિધાઓ આપી ન હતી.

નેશનલ કન્ઝ્યુમર ફોરમે ફટકાર લગાવી
નેશનલ કન્ઝ્યુમર ફોરમના બેદરકાર વલણની ટીકા કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે વર્તમાન યુગની વાસ્તવિકતા સમજવી જોઈએ. અમારું માનવું છે કે ગ્રાહક ફોરમ હાલની વાસ્તવિકતા સમજવામાં નિષ્ફળ ગઈ હશે. ખરીદદારો હંમેશા બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ નાણાંના આધારે ફ્લેટ ખરીદે છે. ફ્લેટ માલિકો આ માટે ધિરાણ આપતી સંસ્થાઓ સાથે કરાર કરે છે અને લોકોના હપ્તા સમયસર શરૂ થાય છે.

આવી સ્થિતિમાં બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ ન થાય તો પણ કેટલીક વખત ફ્લેટ માલિકો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેઓને કબજો લેવાની ફરજ પડે છે. બિલ્ડરે કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેળવ્યું ન હોવાનું કન્ઝ્યુમર ફોરમે ધ્યાને લીધું નથી. આ ઘટના કોલકાતાના એક બિલ્ડરની છે, આ મામલામાં ખરીદનારાઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news