Sprouted Fenugreek: રોજ સવારે ખાઈ લો 1 ચમચી ફણગાવેલી મેથી, શરીરમાં નહીં રહે એક પણ રોગ
Sprouted Fenugreek: આયુર્વેદ અનુસાર સૂકી મેથી સુપર ફૂડ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તો મેથી રામબાણ દવા છે. મેથીને ફણગાવીને તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દવા વિના મટી શકે છે. તો ચાલો જાણીએ મેથી ખાવાથી કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.
Sprouted Fenugreek: ફણગાવેલી મેથી સુપરફૂડ છે. ફણગાવેલી મેથી ખાવાથી થતા ફાયદા વિશે જાણીને લોકો આ ટ્રેન્ડને ઝડપથી ફોલો કરવા લાગ્યા છે. આજના સમયમાં ફણગાવેલી મેથીને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું જોવા મળશે. કારણકે ફણગાવેલી મેથીથી શરીરને ફાયદા જ એટલા બધા થાય છે. આયુર્વેદ અનુસાર સૂકી મેથી સુપર ફૂડ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તો મેથી રામબાણ દવા છે. મેથીને ફણગાવીને તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દવા વિના મટી શકે છે. તો ચાલો જાણીએ મેથી ખાવાથી કયા સ્વાસ્થ્ય લાભ થાય છે.
આ પણ વાંચો: Coconut Oil: રોજ 1 ચમચી નાળિયેરનું તેલ પી લેવું, બીજા જ દિવસથી દેખાશે આ 5 ફાયદા
ફણગાવેલી મેથી ખાવાના ફાયદા
1. ફણગાવેલી મેથીમાં વિટામીન, ખનીજ, એન્ટિઓક્સિડન્ટ, ફાઇબર, પ્રોટીન સહિતના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. નિયમિત રીતે ફણગાવેલી મેથી ખાવામાં આવે તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
2. ફણગાવેલી મેથીમાં જે ફાઇબર હોય છે તે પેટને સ્મુધ રાખે છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.
આ પણ વાંચો:હાડકાંમાંથી આવે છે કટ કટનો અવાજ? તો ખાઓ આ 3 વસ્તુઓ, હાડકાં લોખંડ જેવા મજબૂત થશે
3. ફણગાવેલી મેથીમાં એન્ટી ઇન્ફલેમેટ્રી ગુણ હોય છે. જે શરીરને દુખાવા અને સોજાથી રાહત આપે છે.
4. રોજ સવારે ફણગાવેલી મેથી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. સાથે બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીનું જોખમ પણ ઘટે છે.
5. ફણગાવેલી મેથીમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે. મેથી ખાવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો:Constipation: વર્ષો જૂની કબજિયાત દવા વિના મટી જશે, પલાળેલા તલ આ રીતે ખાવાનું શરૂ કરો
6. રોજ એક ચમચી ફણગાવેલી મેથી ખાવામાં આવે તો ઇમ્યુન સિસ્ટમ મજબૂત રહે છે. અને વારંવાર આવતી બીમારીઓથી બચી શકાય છે.
7. ફણગાવેલી મેથીમાં એવા તત્વ હોય છે જે મહિલાઓ અને પુરુષોમાં હોર્મોનલ બેલેન્સ જાળવી રાખે છે. ખાસ કરીને મહિલાઓ માટે ફણગાવેલી મેથી વધારે ફાયદાકારક છે.
આ પણ વાંચો:Walnuts: શિયાળામાં રોજ 5 અખરોટ ખાઈ લેવા, આ પાંચ સમસ્યાઓ તમારાથી રહેશે સો ફૂટ દૂર
કેવી રીતે ફણગાવવી મેથી?
મેથીને ફણગાવવા માટે દિવસે પાણીમાં મેથી પલાળી દો. મેથી ફૂલી જાય પછી તેમાંથી પાણી કાઢી તેને કપડામાં બાંધીને ઢાંકીને રાખો. સવાર સુધીમાં મેથીમાં ફણગા ફૂટી જશે. ત્યાર પછી ફણગાવેલી મેથી ખાઈ લેવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)