Bone Health: હાડકાંમાંથી આવે છે કટ કટનો અવાજ? તો ખાઓ આ 3 વસ્તુઓ, હાડકાં લોખંડ જેવા મજબૂત થશે

Bone Health: હાડકા નબળા પડી જાય તો હાલવા ચાલવામાં પણ તકલીફ પડે છે. કેટલાક લોકોના હાડકા એટલા નબળા થઈ જાય છે કે શારીરિક ગતિવિધિ કરતી વખતે હાડકામાંથી કટકટનો અવાજ સંભળાય છે.

Bone Health: હાડકાંમાંથી આવે છે કટ કટનો અવાજ? તો ખાઓ આ 3 વસ્તુઓ, હાડકાં લોખંડ જેવા મજબૂત થશે

Bone Health: હાડકાની તકલીફ આજના સમયમાં સામાન્ય થતી જાય છે. નાની ઉંમરના યુવાનોને પણ હાડકામાં દુખાવો હાડકાની નબળાઈ અને બોનડેન્સિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. હાડકા નબળા પડી જાય તો ફક્ત દુખાવો થાય છે એવું નથી. હાડકા નબળા પડી જાય તો હાલવા ચાલવામાં પણ તકલીફ પડે છે. કેટલાક લોકોના હાડકા એટલા નબળા થઈ જાય છે કે શારીરિક ગતિવિધિ કરતી વખતે હાડકામાંથી કટકટનો અવાજ સંભળાય છે. મોટાભાગના લોકો આ અવાજને સામાન્ય ગણીને અવગણે છે. પરંતુ આ હાડકાની નબળાઈ અને ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. 

હાડકામાંથી શા માટે આવે છે કટ કટ અવાજ ? 

હાડકામાંથી આવતા અવાજનું કારણ પોષક તત્વોની ખામી અને આર્થરાઇટિસ બીમારી પણ હોઈ શકે છે. જ્યારે હાડકા એકબીજા સાથે ઘસાય છે ક્યારે હાડકાના ઘર્ષણના કારણે તેમાંથી કટ કટ નો અવાજ આવે છે. 

હાડકાની મજબૂતી માટે ખાઓ આ વસ્તુઓ 

હાડકા મજબૂત કરવા હોય તો તલનું સેવન કરવું. તલમાં એવા પોષક તત્વો હોય છે જે હાડકાને મજબૂત કરે છે અને હાડકા સંબંધિત સમસ્યા દૂર કરે છે. મજબૂત હાડકા માટે સફેદ તલને પાણીમાં પલાળીને ખાવા જોઈએ.

ખજૂર ખાવાથી પણ હાડકા મજબૂત થાય છે. દિવસમાં બેથી ત્રણ ખજૂર નિયમિત ખાવી જોઈએ. ખજૂર થી શરીરને ડાયેટરી ફાઇબર, ઝીંક, કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે. ખજૂરને દૂધ સાથે પણ લઈ શકાય છે. ખજૂર વાળુ દૂધ સ્ટ્રેસ અને અનિંદ્રાની સમસ્યાને પણ દૂર કરે છે. સાથે જ તેનાથી હાડકાની મજબૂતી વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news