Health Tips: પપૈયું સ્વાદિષ્ટ અને ગુણકારી ફળ છે. ખાસ કરીને પાચનક્રિયા માટે પપૈયું ફાયદાકારક છે. મોટાભાગે પપૈયું ખાધા પછી તેના બીને આપણે ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ. પરંતુ પપૈયાના બીજમાં પણ અનેક ગુણ હોય છે. પપૈયાના બીનો સ્વાદ થોડો મસાલેદાર અને કાળા મરી જેવો હોય છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તમે આ બીજને તડકામાં સૂકવીને તેનો પાવડર બનાવી રાખી શકો છો. આ પાવડરનો ઉપયોગ કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યા દુર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weak Eyesight: વધી રહ્યા છે આંખના નંબર? તો આ 5 ફૂડ ખાવાનું કરો શરુ, ઉતરી જશે ચશ્મા


પપૈયાના બીજ ખાવાના ફાયદા
 
પાચન સુધરે છે
પપૈયાના બીજમાં એક ખાસ પ્રકારનું એન્ઝાઇમ હોય છે જેને પપૈન કહેવાય છે. તેની મદદથી પાચનક્રિયા સુધારી શકાય છે. જમ્યા પછી એક ચમચી પપૈયાના બીજનો પાવડર ખાવાથી કબજિયાત, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થતી નથી.


રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
પપૈયાના બીજને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. આ પોષક તત્ત્વ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ બીજનો પાવડર ખાવાથી શરદી, ઉધરસ, ફ્લૂ અને વાયરલ રોગોનું જોખમ ઘટે છે.


આ પણ વાંચો: મહિલાઓ માટે વરદાન છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી મહિલાઓની આ 4 સમસ્યા થાય છે દૂર


વજન ઓછું થશે
પપૈયાના બી ખાવાથી વધતા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. 


કેન્સરનું જોખમ ઘટે છે
કેન્સર એક ખૂબ જ ખતરનાક બિમારી છે તેનાથી બચવા માટે તમારે નિયમિતપણે પપૈયાના બીજ ખાવા જોઈએ. રિસર્ચમાં સાબિત થયું છે કે પપૈયાના બીજમાં કેન્સર વિરોધી ગુણ હોય છે જે શરીરમાં કેન્સરના કોષને વધતા અટકાવે છે.


આ પણ વાંચો: ઘઉંના લોટમાં આ વસ્તુ મિક્સ કરી બનાવો રોટલી, 30 દિવસમાં Bad Cholesterol થશે દુર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)