Vitamin a rich food: હાલમાં ભારતીય ફળના બજારમાં ચીનના એક ફળે ધૂમ મચાવી દીધી છે. સામાન્ય રીતે લોકો તેને અમરફળના નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં  તેને પરસિમન (Persimmon)નામથી પણ જાણિતી છે. કૃષિ સાથે જોડાયેલા લોકો આ ફળનું નામ ઓરિજિનલ ચીનનું ગણાવે છે. કોઇ પીળા ટામેટાંની માફક દેખાતા આ ફળના ઘણા બેનિફિટ્સ છે. ભારતીય બજારમાં તેની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધાતી જાય છે. શિયાળામાં તેના સેવનથી ઇમ્યૂનિટી વધે છે જેનાથી ઘણા પ્રકારના સંક્રમણ બિમારીઓથી રક્ષા થાય છે. તેમાં હાજર બીજા પોષક તત્વ શરીરને અન્ય બિમારીઓથી બચાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરફળના ફાયદા (Amarfal Fruit Benefits)


1. અમરફળના ફાયદા જોતાં તેને સુપરફૂડની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. આ વિટામિન ઇ,કે, બી1,  બી2, બી6, ફોલેટ, પોટેશિયમ, કોપર અને બીજા પૌષ્ટિક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં મેગ્નેશિયમ, ફોરસ્ફોરસ અને મેગનીઝ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે. 



2. અમરફળમાં ઉપલબ્ધ એન્ટીઓક્સિડેંટ્સ, ફ્લેવોનોય્ડ્સ અને ક્વેરસેટિન હદય સાથે જોડાયેલી બિમારીઓના ખતરાને ઓછો કરે છે. આ ફળ મલ્ટીવિટામીનનો સારો સોર્સ છે. શિયાળામાં શારીરિક કામ ન હોવથી વજન વધે છે. પરંતુ તેના સેવનથી તમને ભૂખ લાગે છે ત્યારબાદ તમે ઓવર ઇટિંગથી બચો છો. તેના સેવનથી બ્લડ પ્રેશરના ખતરાને ઓછું કરી શકાય છે.  


3. અમદરફળમાં ઉપરલબ્ધ એન્ટી ઓક્સીડેન્ટ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે રોગ સાથે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. આ સિઝનેબલ બિમારીઓ વિરૂદ્ધ અસર બતાવે છે અને શરીરને સ્વાસ્થ્ય રાખે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)


આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે

કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવતો રહ્યો, એંઠવાડો ખાઈને આપી માત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube