Vitamin b12: શરીરમાં વિટામીન b12ની ઉણપ હોય તો ઘણી તકલીફો થાય છે. મોટાભાગે વિટામીન b12 માંસાહારથી મળે છે તેવું માનવામાં આવે છે. વિટામીન b12 માંસાહારમાં વધારે પ્રમાણમાં હોય છે પરંતુ જે લોકો શાકાહારી હોય તેમના માટે વિટામીન b12 નો સૌથી સારો સ્ત્રોત કિશમિશ છે. કિશમિશ વિટામીન b12 થી ભરપૂર હોય છે. જો તેને દૂધ સાથે લેવામાં આવે તો તેનાથી ગણતરીના દિવસોમાં જ શરીરમાં વિટામીન b12 ની ઉણપ દૂર થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામીન b12ની ખામીના લક્ષણ


આ પણ વાંચો:


માઈગ્રેનનો દુખાવો 10 મિનિટમાં દવા વિના થશે દુર, માથું દુખે ત્યારે કરો આ સરળ કામ


શાકભાજી અને ફળ કરતાં પણ વધારે શક્તિ આપે છે રાતની વાસી રોટલી, જાણો તેના લાભ વિશે


શું તમે પણ ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરો છો? તો આ વાત જાણીને બંધ કરી દેશો ઘરમાં લાવવાનું


વિટામીન b12 ની ખામીથી શરીરમાં ઓક્સિજન સપ્લાય બરાબર રીતે થતું નથી. સાથે જ તેના કારણે ટીશું અને ઓર્ગન પણ પ્રભાવિત થાય છે. વિટામીન b12ની ખામી હોય તો શરીરમાં થાક, સ્નાયુમાં દુખાવો, હૃદય સંબંધિત સમસ્યા પણ થતી હોય છે. આ ઉણપને દૂર કરવા માટે કિશમિશ અને દૂધનું સેવન કરવું જોઈએ.


કિશમિશ અને દૂધ એનર્જી બુસ્ટર છે જે શરીરને ઘણા પ્રકારના ફાયદા કરે છે. આ બંને વસ્તુ પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરમાં શક્તિ વધારે છે અને વિટામીન b12 પણ વધારે છે. દૂધ અને કિશમિશનું સેવન કરવાથી બ્રેન સેલ્સ પણ બરાબર રીતે કામ કરે છે.


કિશમિશ અને દૂધ સ્કિન તેમજ વાળ માટે પણ ફાયદાકારક છે. તેનાથી ત્વચાની રોનક વધે છે અને વાળની સુંદરતા પણ વધે છે. કિશમિશ અને દૂધ પ્રોટીન મિનરલ્સ અને ઝીંકથી ભરપૂર હોય છે જે હાડકાને પણ મજબૂત બનાવે છે.


કેવી રીતે કરવું કિશમિશ અને દૂધનું સેવન ? 


આ પણ વાંચો:


તાવ આવે ત્યારે દર્દીને મોસંબીનો રસ પીવડાવવો કે નહીં ? જાણો શું કહે છે નિષ્ણાંતો


Health Tips: દૂધમાં આ વસ્તુ ઉકાળી પીશો રોજ તો બદલતા વાતાવરણમાં પણ રહેશો નિરોગી


સૌથી પહેલા એક ગ્લાસ દૂધને ઉકાળો અને તેમાં થોડી કિશમિશ ઉમેરો. કિશમિશ ફુલી જાય પછી તેની સાથે દૂધનું સેવન કરો. આ સિવાય તમે એક વાટકી દૂધમાં કિશમિશને રાત્રે પલાળી સવારે તેને ખાઈ પણ શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)