Health Tips: શાકભાજી અને ફળ કરતાં પણ વધારે શક્તિ આપે છે રાતની વાસી રોટલી, જાણો તેના લાભ વિશે

Health Tips: વર્તમાન સમયમાં લોકોમાં વિટામીન B12 ની ઉણપ ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે વિટામીન B12 ખૂબ જ ઓછા ખોરાકમાં જોવા મળે છે. ખાસ કરીને જે ખોરાક શાકાહારી લોકો ખાય છે તેમાં વિટામીન B12 ઓછું હોય છે. શાકાહારી લોકો માટે વિટામીન B12ની આપુર્તિના વિકલ્પો પણ ઓછા હોય છે. પરંતુ તમને જાણીને ખુશી અને આશ્ચર્ય થશે કે તમે વાસી રોટલી ખાઈને વિટામીન B12ની આપુર્તિ કરી શકો છો.

1/5
image

શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય તો તેના કારણે થાક, ત્વચા નિસ્તેજ થવી, માથાનો દુખાવો, સ્ટ્રેસ, પેટની સમસ્યા, સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે જરૂરી હોય છે.

2/5
image

આમ તો સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે વાસી ખોરાક ખાવાથી તબિયત ખરાબ થઈ શકે છે.પરંતુ કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જેને ખાવાથી વિટામીન B12ની ઊણપ દુર થઈ શકે છે. 

3/5
image

જો તમે ઘઉંના લોટની રોટલીને રાત્રે બનાવી અને બીજા દિવસે ખાવ છો તો તેમાં રાત્રે આવેલા આથાના કારણે શરીરને ફાયદો થાય છે. તેમાં રહેલા ગુડ બેક્ટેરિયા વિટામિન B12 ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે જે આપણા શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. 

4/5
image

વાસી રોટલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. વાસી રોટલીનું સેવન કરવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

5/5
image

સંશોધન અનુસાર વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે માછલી, લીવર, રેડ મીટ, ઇંડા, દૂધ, ચીઝ, દહીં, પણ ખાઈ શકાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)