Heartburn: છાતીમાં કે પેટના ઉપરના ભાગમાં બળતરા થાય તો તેને હાર્ટબર્ન કહેવાય છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેટમાંથી એસિડ પેટ અને મોઢાને જોડતી નળી સુધી પહોંચી જાય. એસિડના આ બેક ફ્લોને એસિડ રિફ્લૈક્સ પણ કહેવાય છે. જ્યારે છાતીમાં બળતરા થતી હોય તો રોજના કાર્ય કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યાના કારણે ઘણીવાર, ઉલટી, માથામાં દુખાવો, ગળામાં બળતરા જેવી સમસ્યા પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટબર્નના કારણો


છાતીમાં થતી બળતરાના ઘણા બધા કારણ હોય છે. જેમકે રાતના સમયે તમે વધારે પડતું જમ્યું હોય કે ભારે ખોરાક લીધો હોય. તેના કારણે પાચન સ્લો થઈ શકે છે. એટલે કે પેટમાં ગયેલી સામગ્રીનું પાચન કરવામાં વધારે સમય લાગે છે જેના કારણે એસિડ વધી જાય છે.


આ પણ વાંચો: ફ્લુઈડ ઓવરલોડના કારણે સુહાની ભટનાગરે ગુમાવ્યો જીવ, જાણો આ સમસ્યા થવાનું મુખ્ય કારણ


હાર્ટબર્નને મટાડવાની રીત


- સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો કેટલાક પ્રકારના આહાર લેવાનો ટાળવું જોઈએ. જેમ કે મસાલેદાર ભોજન, ખાટા ફળ, ટમેટા, ચોકલેટ અને કેફીનયુક્ત પીણા લેવાનું ટાળવું ખાસ કરીને રાતના સમયે.


- દિવસમાં ભરપેટ જમવાને બદલે ઓછા પ્રમાણમાં થોડી થોડી કલાકે ભોજન કરો. 


આ પણ વાંચો: Eyes Care: બાળકને આવી ગયા છે ચશ્મા? તો રોજ ખવડાવો આ વસ્તુઓ, ઉતરી જશે આંખના નંબર


- પોતાના આહાર પર ધ્યાન આપીને એ વાત જાણો કે તમને કયા ખોરાકના કારણે છાતિમાં બળતરા થાય છે. આવા ખોરાક લેવાનું ટાળો. ખાસ કરીને રાત્રે લેવાતા ભોજન પર ખાસ ધ્યાન આપો.


- રાત્રે સૂવાના બે થી ત્રણ કલાક પહેલા જમી લેવાનો પ્રયત્ન કરો જેથી જ્યારે તમે સુવો ત્યારે પેટમાં ખોરાકનું પાચન સારી રીતે થયું હોય.


આ પણ વાંચો: Anxiety: ખાવા-પીવાની આ 5 વસ્તુઓ વધારે છે એન્ઝાઈટી, શાંત રહેવું હોય આજથી જ રહો દુર


- જો વારંવાર આ તકલીફ થતી હોય તો આદુની ચા પીવાનું રાખો. તેનાથી છાતીમાં બળતરાની સમસ્યા મટે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)