Eye Care: આજના સમયમાં નાની ઉંમરના બાળકોને પણ ચશ્મા પહેરવા પડે છે. કારણ કે નાની ઉંમરથી જ તેમની આંખ નબળી પડી જાય છે. કેટલાક લોકો એવા હોય છે જેમને આંખના નંબર સતત વધતા રહે છે જેના કારણે ચશ્મા પહેરવા ફરજિયાત થઈ જાય છે. આવી સ્થિતિમાં આંખની દ્રષ્ટિને સુધારવા માટે કેટલીક વસ્તુઓ તમને મદદ કરી શકે છે. જો તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો છો તો તેનાથી આંખની દ્રષ્ટિ સુધરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે દૈનિક આહારમાં પોષણનો અભાવ હોય તો તેની અસર આંખ પર પણ થાય છે. આંખ માટે જરૂરી પોષક તત્વો જ્યારે શરીરને નથી મળતા ત્યારે આંખની દ્રષ્ટિએ નબળી પડી જાય છે અને સ્પષ્ટ દેખાતું નથી. જેના કારણે ચશ્મા પહેરવા પડે છે. જો કે કેટલાક ફૂડ એવા છે જેનું સેવન કરવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે અને ચશ્માના નંબર ઓછા થઈ શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા ફૂડ વિશે.


આ પણ વાંચો:


Health Tips: ખાવાની આ 4 વસ્તુઓમાં ક્યારેય ન ઉમેરવું લીંબુ, ભોજન બની જાશે ઝેર સમાન


Headache: વારંવાર થતા માથાના દુખાવામાં નહીં લેવી પડે દવા, આ ઉપાય ઝડપથી કરશે અસર


Sore Throat: ગળામાં થતા દુખાવાથી તુરંત રાહત મેળવવા પાણીમાં આ વસ્તુઓ ઉમેરી કરો કોગળા


ડ્રાયફ્રુટ્સ અને કઠોળ


ડ્રાય ફ્રુટ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ જેવા હેલ્ધી ફેટ્સ હોય છે. તેનાથી વિટામિન ઈ પણ મળશે જે સ્વસ્થ આંખો માટે જરૂરી  છે. તમે બ્રાઝિલ નટ્સ, કાજુ, અખરોટ અને મગફળીનું સેવન કરી શકો છો.


ખાટા ફળ


આંખો માટે વિટામિન સી પણ આવશ્યક હોય છે. આ વિટામિન્સ આંખો માટે જ નહીં પરંતુ એકંદર સ્વાસ્થ્ય માટે પણ સારા છે. સ્વસ્થ આંખો માટે દૈનિક આહારમાં સંતરા, દ્રાક્ષ, જામફળ અને લીંબુ વગેરેનો સમાવેશ કરવો જોઈએ.


માછલી


માછલી ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તંદુરસ્ત આંખો માટે સારડીન, ટ્રાઉટ, ટુના, મેકરેલ, સાલ્મન જેવી ફીશનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.


વિવિધ બી


વિવિધ પ્રકારના સીડ્સમાંથી પણ ઓમેગા-3 ફેટી એસિડ્સ અને વિટામિન E મળે છે. આ બીજ આંખો માટે સારા ગણાય છે. તેના માટે તમે ચિયા સીડ્સ, પમકીન સીડ્સ, અળસી વગેરેનું સેવન કરી શકો છો.


આ પણ વાંચો:


Health Tips: સ્ટ્રેસ સહિત આ 5 બીમારીઓને દુર કરે છે ચીકૂ, રોજ ખાવાથી થશે અઢળક ફાયદા


અનિંદ્રાથી, ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરો ઉપયોગ


લીલા પાંદડાવાળા શાક 


લીલા પાંદડાવાળા શાકભાજી આંખો માટે શ્રેષ્ઠ વસ્તુઓમાંથી એક છે. લીલા શાકભાજીમાં ઝેક્સાન્થિન, વિટામિન સી અને લ્યુટીન હોય છે અને આ પોષક તત્ત્વો આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.  


શક્કરીયા


શક્કરિયા આંખો માટે શ્રેષ્ઠ ખોરાક છે. શક્કરિયા બીટા કેરોટિન, વિટામિન ઇ અને એન્ટીઓકિસડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને આ તત્વો આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.  સ્વસ્થ આંખો માટે શક્કરિયા અને ગાજર બંને શ્રેષ્ઠ છે.


 
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)