Sugar Control Ayurvedic Powder: ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આવું લોકોની ખોટી ખાવાની આદતો અને જીવનશૈલીના કારણે થઈ રહ્યું છે. આ એક એવો રોગ છે જેનો કોઈ કાયમી ઈલાજ નથી. શુગર લેવલને કંટ્રોલમાં રાખીને જ તેનાથી બચી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ હાઈ બ્લડ સુગરથી પરેશાન રહો છો તો ડાયાબિટીસ કંટ્રોલ માટે અહીં જણાવવામાં આવેલા નુસ્ખા અપનાવી શકો છો. સુગર લેવલ 300થી પાર થઈ ગયું છે તો તમે તેને મેનેજ કરી શકો છો. તે માટે તમારે આયુર્વેદિક પાઉડરનું સેવન કરવાનું છે. તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.


આયુર્વેદિક પાઉડર માટે સામગ્રી
સુગર કંટ્રોલ માટે આ એન્ટી ડાયબિટીક ચૂર્ણને બનાવવા માટે બધી વસ્તુને તમે પંસારીની દુકાનેથી ખરીદી શકો છો. તેના માટે 15 ગ્રામ કાળું મરચું, 70 ગ્રામ કાળા મરી, 20 ગ્રામ મેથીના દાણા અને 20 ગ્રામ બ્લેકબેરીના બીજનો પાવડર લો. 


આ પણ વાંચોઃ શું છે કેન્સરનું 'સ્ટેજ ઝીરો'? ડોક્ટર એ આ 7 સંકેતોને ક્યારેય ઈગ્નોર ન કરો આપી સલાહ


આ બધી વસ્તુના પાઉડરને સારી રીતે મિક્સ કરી લો. આ સામગ્રીને મિક્સ કરી ચૂર્ણ બનાવી લો અને તેને કોઈ એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી રાખો. તમે તેનું સેવન સવારે ખાલી પેટ પાણી સાથે કરી શકો છો. આ ચૂર્ણના સેવનથી તમને ફાયદો થશે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.