ગુજરાત :ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે 63 વર્ષની ઉંમરમાં નિધન થયું. તેઓ અગ્નાશય (સ્વાદુપિંડ) નું કેન્સર એટલે કે એડવાન્સ પૈન્ક્રિયાઝ કેન્સર (Pancreatic cancer)થી પીડિત હાત. તેઓ પોતાની બીમારીની લાંબા સમયથી સારવાર કરાવી રહ્યા હતા. આ માટે તેઓ અમેરિકા પણ ગયા હતા. ત્યારે આ કેન્સર શું છે હોય છે તેના વિશે જરૂર જાણી લેવા જેવું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાદુપિંડ શું છે
તે પાચન તંત્રનું મુખ્ય અંગ અને નાના આંતરડાનો પહેલો ભાગ હોય છે. સ્વાદુપિંડ 6-10 ઈંચ લાંબી ગ્રંથિ હોય છે, જે આમાશયની પાછળ પેટના ભાગમાં હોય છે. સ્વાદુપિંડ ખાવાનું પચાવવામાં મદદ કરનાર હોર્મોન અને એન્ઝાઈમને છોડે છે. સ્વાદુપિંડ ઈન્સ્યુલિન, ગ્લુકાગોન તેમજ સોમાટોસ્ટાટિન હોર્મોન બનાવનાર શરીરનું સૌથી મહત્વનું ભાગ છે. જે શરીરની તમામ સિસ્ટમને સારું બનાવી રાખવાનું કામ કરે છે.


પર્રિકરના નિધનથી BJP પર મોટું સંકટ, રાતભર બેઠકો બાદ પણ ન આવ્યો નિવેડો


સ્વાદુપિંડ અનેક પાચક એન્ઝાઈમનો ભંડાર
સ્વાદુપિંડ અનેક પાચક એન્ઝાઈમનો ભંડાર છે. તેમાં પાચક એન્ઝાઈમ હોય છે, જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન તેમજ વસાને તોડે છે. સ્વાદુપિંડ યોગ્ય રીતે કામ ન કરે તો બીજી અનેક બીમારીઓ થઈ શકે છે. જેમાં સ્વાદુપિંડ કેન્સર, ગેસ, ડાયાબિટીસ, અગ્નાશયશોથ પણ સામેલ છે. તબીબોની ભાષામાં કેન્સર હોવું સ્વાદુપિંડ માટે સૌથી વધુ ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે. 


18 માર્ચ રાશિફળ - આજે 2 રાશિના ગ્રહો આપશે તેમને સાથે, કરાવશે છપ્પરફાડ કમાણી


આ કેન્સરની સારવાર
સ્વાદુપિંડના કેન્સરથી પીડિત મોટાભાગના લોકોને સ્ટેજ 4માં સારવાર આપવામાં આવે છે. જોકે, ફર્સ્ટ સ્ટેજમાં સારવાર કરાયેલ દર્દીને સ્ટેજ-4માં પણ કેન્સર થઈ શકે છે. સ્ટેજ-4નો મતલબ છે કે, શરીરના બીજા ભાગોમાં કેન્સર ફેલાઈ રહ્યું છે. તે હંમેશા લીવર, પેટની દિવલ, ફેફસા, હાડકા, લિમ્ફ નોડ્સ અથવા તેમાં એક સંયોજનમાં ફેલાય છે. આ સ્તર પર કેન્સરની મેટાસ્ટેટિક અથવા એડવાન્સ કેન્સર પણ કહેવામાં આવે છે. સ્ટેજ-4ની સારવાર સામાન્ય રીતે કીમો થેરાપી હોય છે. આ લેવલ પર સર્જરી દ્વારા કેન્સરને હટાવી શકાતુ નથી. જોકે, ક્લિનિકલ ટ્રાયલ ટેસ્ટ જેવા વિકલ્પ પણ શક્ય છે. 


લોકપ્રિયતામાં મોદી હજી પણ નંબર 1, પણ શોકિંગ છે રાહુલ ગાંધીના આંકડા


આ કેન્સરના લક્ષણ
50 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પીઠ કે પેટમાં દર્દ, વજનમાં ઘટાડો, પીલિયા, ભૂખમાં ઘટાડો, મળમાં બદલાવ, અગ્નાશયશોથ અને ડાયાબિટીસ તેના લક્ષણો છે. એડવાન્સ સ્વાદુપિંડના કેન્સરથી શરીરમાં જલોદર, થાક તથા લોહીનું ક્લોટિંગ પણ થાય છે.