લોકપ્રિયતામાં મોદી હજી પણ નંબર 1, પણ શોકિંગ છે રાહુલ ગાંધીના આંકડા

પાકિસ્તાનના બાલાકોટમાં આવેલ આતંકી શિબિર પર ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાના એક પખવાડિયા બાદ પણ મોદી લોકપ્રિયતામાં અવ્વલ સ્થાન પર કાયમ છે. હાલ, તેમની લોકપ્રિયતાની રેટિંગ માર્ચના પહેલા સપ્તાહની સરખામણીમાં થોડી નીચે આવી ગઈ છે. પરંતુ તેમના પ્રતિસ્પર્ધી રાહુલ ગાંધીની લોકપ્રિયતા રેટિંગમાં મામૂલી સુધારના સંકેત છે. સીવોટર-આઈએનએસ દ્વારા 14 માર્ચ સુધી સંગ્રહિત ડેટાના આધાર પર સ્ટેટ ઓફ ધ નેશન ટ્રેકર સરવે અનુસાર, મોદીની લોકપ્રિયતા રેટિંગ 4, 5, 6 અને 7 માર્ચની આસપાસ અંદાજે 60 ટકાના ઉચ્ચ સ્તરથી થોડી ખસીને અંદાજે 56 પર આવી ગઈ છે. 

લોકપ્રિયતામાં મોદી હજી પણ નંબર 1, પણ શોકિંગ છે રાહુલ ગાંધીના આંકડા

નવી દિલ્હી :પાકિસ્તાનના બાલાકોટમાં આવેલ આતંકી શિબિર પર ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાના એક પખવાડિયા બાદ પણ મોદી લોકપ્રિયતામાં અવ્વલ સ્થાન પર કાયમ છે. હાલ, તેમની લોકપ્રિયતાની રેટિંગ માર્ચના પહેલા સપ્તાહની સરખામણીમાં થોડી નીચે આવી ગઈ છે. પરંતુ તેમના પ્રતિસ્પર્ધી રાહુલ ગાંધીની લોકપ્રિયતા રેટિંગમાં મામૂલી સુધારના સંકેત છે. સીવોટર-આઈએનએસ દ્વારા 14 માર્ચ સુધી સંગ્રહિત ડેટાના આધાર પર સ્ટેટ ઓફ ધ નેશન ટ્રેકર સરવે અનુસાર, મોદીની લોકપ્રિયતા રેટિંગ 4, 5, 6 અને 7 માર્ચની આસપાસ અંદાજે 60 ટકાના ઉચ્ચ સ્તરથી થોડી ખસીને અંદાજે 56 પર આવી ગઈ છે. 

પર્રિકરના નિધનથી BJP પર મોટું સંકટ, રાતભર બેઠકો બાદ પણ ન આવ્યો નિવેડો

તેનાથી વિપરીત રાહુલ ગાંધીનું રેટિંગ મામૂલી વધારાના બાદ અંદાજે સાત ટકા પર આવી ગયું છે. મોદીના રેટિંગ જ્યારે વધ્યા હતા, ત્યારે રાહુલના રેટિંગમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમની રેટિંગ હાલ પણ જાન્યુઆરી 2019ની આસપાસ 20 ટકાથી ઓછી છે. વડાપ્રધાનના કાર્યની સંતુષ્ટિના મામલામાં કોઈ ખાસ ચેન્જિસ આવ્યા નથી, અને બહુ જ સંતુષ્ટ શ્રેણીમાં તેઓ અત્યાર સુધી 50 ટકાથી ઉપર ટકી રહ્યા છે. 

પર્રિકર જે ગંભીર પેન્ક્રિયાઝ કેન્સરથી પીડાતા હતા, તેના લક્ષણો ઓળખવા છે બહુ જ સરળ 

બંને નેતાઓની લોકપ્રિયતાનું અંતર 50થી નીચે આવી ગયું છે. સર્વેક્ષણમાં ભાગ લેનારા મોટાભાગના લોકોનો વિશ્વાસ કાયમ છે કે, ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ) વધુ સારું કરી શકે છે. પરિણામ 4000 અને 6000થી વધુના વચ્ચેના અંતરના નમૂનાના આકાર પર આધારિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news