મનોહર પર્રિકરના નિધનથી BJP પર મોટું સંકટ, રાતભર બેઠકો બાદ પણ ન આવ્યો નિવેડો
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ રાજ્યમાં બીજેપીને ગઠબંધન દળોએ એક નવા નેતાની શોધમાં બેઠક કરી. કેન્દ્રીય મંત્રી નીડિત ગડકરી પણ આ બેઠકમાં સામલ થવા માટે મોડી રાત્રે પણજી પહોંચ્યા હતા. બેઠકમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈ સહિત તેમના ત્રણ ધારાસભ્યો અને એમજીપીના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નેતૃત્વમાં ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશ બીજેપીના સંગઠન મહાસચિવ સતીષ ધોંડ, નિર્દળીય ધારાસભ્ય અને રાજ્યના રાજસ્વ મંત્રી રોહન ખૌંતે તથા કલા તેમજ સંસ્કૃતિ મંત્રી ગોવિંગ ગાવડે પણ હાજર રહ્યા હતા.
Trending Photos
પણજી :ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થયા બાદ રાજ્યમાં બીજેપીને ગઠબંધન દળોએ એક નવા નેતાની શોધમાં બેઠક કરી. કેન્દ્રીય મંત્રી નીડિત ગડકરી પણ આ બેઠકમાં સામલ થવા માટે મોડી રાત્રે પણજી પહોંચ્યા હતા. બેઠકમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈ સહિત તેમના ત્રણ ધારાસભ્યો અને એમજીપીના ત્રણ ધારાસભ્યોએ રાજ્ય પરિવહન મંત્રી સુદીન ધવલીકરના નેતૃત્વમાં ભાગ લીધો હતો. બેઠકમાં પ્રદેશ બીજેપીના સંગઠન મહાસચિવ સતીષ ધોંડ, નિર્દળીય ધારાસભ્ય અને રાજ્યના રાજસ્વ મંત્રી રોહન ખૌંતે તથા કલા તેમજ સંસ્કૃતિ મંત્રી ગોવિંગ ગાવડે પણ હાજર રહ્યા હતા.
બેઠક બાદ ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને બીજેપી ધારાસભ્ય માઈકલ લોબોએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા સુદીન ધાવાલિકર મુખ્યમંત્રી બનવા માંગે છે. તેઓ બીજેપીને સમર્થન આપવા માટે અનેકવાર બલિદાન આપી ચૂક્યા છે. તેમણે પોતાની માંગ રાખી છે, પંરતુ બીજેપી હજી આ વાત પર સહમત નથી.
તો કોંગ્રેસના નેતા પૂર્વ સીએમ દિંગબર કામત બીજેપીમાં જવાની વાત પણ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કામત દિલ્હીમાં બીજેપીના શીર્ષ નેતૃત્વની સાથે બેઠક કરવાના છે. આ સવાલ પર કામતે કહ્યું કે, ગોવામાં જે લોકો આ વાત કહી રહ્યા છે તેમને જ જઈને પૂછો. મારો દિલ્હી જવાનો કાર્યક્રમ 3 દિવસ પહેલા જ બની ગયો હતો. ખોટા સમાચાર ફેલાવવામા આવી રહ્યાં છે.
તો ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈએ પોતાની પાર્ટીના ધારાસભ્ય વિનોદ પલ્યેકર, જયેશ સલગાંવકર અને બે નિર્દળીય ધારાસભ્ય રોહન ખાઉંટે અને ગોવિંદ ગૌંડે પણ નીતિન ગડકરી સાથેની બેઠકમાં પહોંચ્યા હતા. વિજય સરદેસાઈએ કહ્યું કે, અમે બીજેપીને નહિ, મનોહર પર્રિકરને સમર્થન આપ્યું હતું. હવે તેઓ નથી રહ્યા તો અમારા માટે વિકલ્પ ખુલ્લા છે. અમે ગોવામાં રાજનીતિક સંકટ નથી ઈચ્છતા. અમે બીજેપીના નિર્ણયની રાહ જોઈશું અને તેના બાદ જ કોઈ પગલુ ભરશું.
ઉલ્લેખનીય છે કે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું ગઈકાલે નિધન થયું છે. તેઓ ગોવામાં એક ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેમાં બીજેપી, ગોવા ફોરવર્ડ પાર્ટી, એમજીપી અને નિર્દળીય સામેલ છે. પણજી વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરનારા પર્રિકરના નિધન બાદ તેમની સીટ પર ઉપચૂંટણી કરાવવાની જરૂર પડશે. તે ગોવામાં ચોથી ઉપચૂંટણી હશે. અહીં 23 એપ્રિલના રોડ શિરોડા, માંડરેમ અને માપુસા વિધાનસભા સીટો માટે ઉપચૂંટણી થશે. આ સીટ માટે ઉપચૂંટણી રાજ્યમાં થનારી લોકસભા ચૂંટણીની સાથે જ થશે.
રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી પર્રિકરના નિધન બાદ સત્તારુઢ ગઠબંધનને પોતાના નેતા પસંદ કર્યા બાદ રાજ્યપાલની સામે દાવો કરવાનો રહેશે. તેમાં સમર્થન પત્ર પણ હશે. તેમણે કહ્યું કે, જો રાજ્યપાલ મૃદુલા સિન્હા આશ્વસ્ત નહિ થાય, તો તેમની સરકાર બનાવવામાં માટે સૌથી મોટી પાર્ટીને આમંત્રિત કરવાના રહેશે. પૂર્વ રક્ષામંત્રી પર્રિકરને 2017માં ગોવાના મુખ્યમંત્રી તરીકે બેસાડાયા હતા.
કોંગ્રેસ હાલ 14 ધારાસભ્યોની સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે, જ્યારે કે 40 સદસ્યોની ગોવા વિધાનસભામાં બીજેપીની પાસે માત્ર 12 ધારાસભ્ય છે. ગોવા ફોરવર્ડ પાર્ટી, એમજીપી અને નિર્દળીયના ત્રણ-ત્રણ ધારાસભ્યો છે. જ્યારે કે એનસીપીનો એક ધારાસભ્ય છે. આ વર્ષની શરૂઆતમાં બીજેપી ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસુઝા અને રવિવારે પર્રિકરના નિધન તથા ગત વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેના રાજીનામાને કારણે સદનમાં ધારાસભ્યની સંખ્યા 36 રહી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે