ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! જાણો હૃદયરોગની બિમારીથી બચવા વૈજ્ઞાનિકોએ શું કહ્યું?
Sitting Side Effects: દિવસભર વધુ સમય સુધી બેસી રહેવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ વધી શકે છે. એટલુ જ નહીં પરંતુ અઠવાડિયામાં 150 મિનિટની કસરત કરનારાઓ માટે પણ આ જોખમ રહે છે.
Sitting Side Effects: લાંબા સમય સુધી બેસવાની કે સૂવાની આદત તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન 10.6 કલાક કે તેથી વધુ સમય સુધી બેસી રહેવાથી હૃદયરોગથી મૃત્યુનું જોખમ વધી શકે છે, પછી ભલે તમે દરરોજ કસરત કરતા હોવ.
મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સંશોધકોએ લગભગ 90 હજાર બ્રિટિશ લોકોના ફિટનેસ ટ્રેકર્સ પાસેથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું છે. આ ડિવાઈસોએ સાત દિવસ સુધી તેમની પ્રવૃત્તિઓને રેકોર્ડ કરી છે. આ રિચર્સમાં જાણવા મળ્યું છે કે સરેરાશ લોકો દિવસમાં લગભગ 9.4 કલાક બેસી રહે છે.
રિચર્સમાં શું જાણવા મળ્યું?
લગભગ આઠ વર્ષ પછી જ્યારે સહભાગીઓના હૃદયના સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે 10.6 કલાકથી વધુ નિષ્ક્રિય સમય હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ વધારી શકે છે. આ જોખમ એવા લોકોમાં પણ જોવા મળ્યું હતું જેમણે અઠવાડિયામાં 150 મિનિટની મધ્યમથી જોરદાર કસરત કરી હતી.
આ મેચથી શરૂ થઈ હતી ભારતના સ્ટાર બેટ્સમેન અને પાકિસ્તાનના ખતરનાક બોલર વચ્ચે દુશ્મની
નિષ્ણાતનો અભિપ્રાય શું છે?
સંશોધનના સહ-લેખક શાન ખુર્શીદે કહ્યું કે, "અમારા તારણો સૂચવે છે કે હૃદયની તંદુરસ્તી જાળવવા માટે નિષ્ક્રિય સમય ઘટાડવો મહત્વપૂર્ણ છે. તેમણે સૂચવ્યું કે 10.6 કલાક સુધીનો નિષ્ક્રિય સમય એક સીમા હોય શકે છે, જેના પછી હૃદય રોગનું જોખમ વધે છે.
30 મિનિટની કસરત પણ થશે ફાયદા કારક
બ્રાઉન યુનિવર્સિટીના ડો. ચાર્લ્સ ઈટને રિચર્સ સાથે પ્રકાશિત કરેલી ટિપ્પણમાં જણાવ્યું હતું કે, લોકો સામાન્ય રીતે તેમના કસરતના સમયને વધારે આંકે છે અને તેમના બેસવાના સમયને ઓછો અંદાજ આપે છે. તેમણે સલાહ આપી કે માત્ર 30 મિનિટની હળવી પ્રવૃત્તિ (જેમ કે ચાલવું) પણ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે.
આ હસીનાએ લગ્ન પહેલા કરી છે વન નાઈટ સ્ટેન્ડ, 17 વર્ષ મોટા ફ્લોપ એક્ટર સાથે લગ્ન કર્યા બાદ મળ્યો દગો
આ રિચર્સ "જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી" માં પ્રકાશિત થયું હતું અને અમેરિકન હાર્ટ એસોસિએશનના સાયન્ટિફિક સેશન્સ 2024માં રજૂ કરવામાં આવ્યું હતું. હૃદયના સ્વાસ્થ્ય માટે આ સ્પષ્ટ સંદેશ છે: સક્રિય રહો અને નિષ્ક્રિય સમય ઓછો કરો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.