ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના સમયમાં સૌથી સારુ ઈમ્યુનિટી બુસ્ટર વીટામીન સી આપતી તમામ વસ્તુઓને મનાય છે. એમાં પણ ઈંડા, માછલી અને ચીકન-માંસ એટલે કે માંસાહારવાળા ખાદ્ય પદાર્થોને પ્રોટીનથી ભરપૂર માનવામાં આવે છે. પણ આ હકીકત નથી કારણ કે છોડમાંથી મળનારું પ્રોટીન પણ શરીર માટે એટલુ જ લાભદાયી છે. અને આ ફાઈબરથી પૂર્ણ હોવાથી કોરાના વાયરસ (Coronavirus Pandemic) સાથે સારી લડત આપી શકે તેમ છે. જો તમારે તમારી ઈમ્યુનિટી વધારવી છે તો પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખાદ્યપદાર્થોનું સેવન કરવા લાગો અને આ ખાદ્યપદાર્થમાં તમે સોયાબીનને પણ પોતાના ડાયટનો ભાગ બનાવી શકો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક સોયા-
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સોયાબીન (Soyabean) તમારા હદયના સ્વાસ્થ માટે ઘણું જ ફાયદાકારક મનાઈ રહ્યું છે. અને વર્તમાન સમયમાં ભારતીય ખાદ્ય સંસ્થા એટલે કે FSSAIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે તમે પોતાના રોજિંદા ડાયટમાં સોયાથી બનેલી ખાદ્ય સામગ્રીનું સેવન વધારી શકો છો. FSSAIએ સોયાબીન, સોયા નગેટ્સ, સોયા મિલ્ક, સોયાનો લોટ, સોયા નુડલ્સ અને ટોફૂ જેવી સામગ્રીઓને રોજિંદા ડાયટમાં સામેલ કરવાની સલાહ આપી છે.

સોયામાં ભરપૂર પ્રોટીન-
ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 ફૈટી એસિડથી ભરપૂર સોયા લેક્ટોઝ અને ગ્લૂટેન ફ્રી હોય છે. તેમાં સૈચ્યુરેટેડ ફેટની માત્રા પણ ઓછી હોય છે. વેજિટેરિયન અને વીગન ડાયટ કરનારા માટે પ્રોટીનનો સર્વશ્રેષ્ઠ શ્રોત છે.

સોયાના અનેક ફાયદા-
1) અનેક સ્ટડીમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે સોયા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને(Bad cholesterol) ઓછી કરના માટે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. રોજ અંદાજિત 25 ગ્રામ સોયા પ્રોટીનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળી રહે છે.

2) સોયામાં આઈસફ્લેવોન્સ હોય છે. જે લોહીની નસોમાં ઈન્ફ્લેમેશનને ઓછું કરે છે. જેનાથી હદયને હેલ્ધી રાખવામાં મદદ મલી રહે છે. સાથે જ જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું હશે તો હદયથી જોડાયેલી બીમારીઓનો ભય પણ ઓછો રહે છે.

3)સોયાબીનમાં આર્જિનિન એમિનો એસીડ અને આઈસોફ્લૈવોન્સ હોય છએ જે તમારુ બ્લડ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

4) સોયા ફૂડ ઈન્સ્યુલિન રેજિસ્ટેસની સમસ્યાને પણ ઓછી કરવામાં બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. 


Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube