Allergy: જો તમે એલર્જીના કારણે થતા હોય પરેશાન તો ફુડ તમારી સમસ્યાનું છે સમાધાન, ટ્રાય કરો એકવાર
Home Remedies For Allergy: ઘણા લોકોને વસ્તુઓની એલર્જી હોય છે તો ઘણા લોકોને સીઝનલ એલર્જી હોય છે. એટલે કે કોઈ ખાસ સિઝનની શરૂઆતમાં એલર્જી રહે છે. સીઝનલ એલર્જીના કારણ તો અલગ અલગ હોય છે પરંતુ કોઈ પણ કારણસર થતી એલર્જીમાં કેટલાક ફૂડ તમને રાહત આપી શકે છે.
Home Remedies For Allergy: જો તમને પણ અચાનક છીંક આવવા લાગે અને આંખમાંથી પાણી નીકળવા લાગે તો તે એલર્જીના લક્ષણ છે. જ્યારે આપણને કોઈ વસ્તુની એલર્જી હોય તો તેના સંપર્કમાં આવવાથી અચાનક જ છીંક આવવા લાગે છે અને નાક તેમજ આંખમાંથી પાણી નીકળવા લાગે છે. ઘણા લોકોને વસ્તુઓની એલર્જી હોય છે તો ઘણા લોકોને સીઝનલ એલર્જી હોય છે. એટલે કે કોઈ ખાસ સિઝનની શરૂઆતમાં એલર્જી રહે છે. સીઝનલ એલર્જીના કારણ તો અલગ અલગ હોય છે પરંતુ કોઈ પણ કારણસર થતી એલર્જીમાં કેટલાક ફૂડ તમને રાહત આપી શકે છે.
આ પણ વાંચો: Health Tips: દહીં કેળા સાથે ખાવાથી થતા ફાયદા વિશે જાણી તમે પણ ખાવાની કરી દેશો શરુઆત
એલર્જીના લક્ષણ
છીંક આવવી
નાક અને આંખમાંથી પાણી નીકળવું
નાક બંધ થઈ જવું
આંખમાં ખંજવાળ આવવી અને લાલ થઈ જવી
શરીરમાં ખંજવાળ આવવી
મોઢાની આસપાસ સોજો આવી જવો
આ પણ વાંચો: માત્ર 5 દિવસમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા અજમાવો આમાંથી કોઈ 1 આયુર્વેદિક ઉપાય
આ પ્રકારના લક્ષણો જણાય તો તમને એલર્જી હોઈ શકે છે. એલર્જીમાં કેટલીક વસ્તુઓ તમને રાહત આપી શકે છે. તો ચાલો તમને એવી ફૂડ આઈટમ્સ વિશે જણાવીએ જે એલર્જીથી રાહત આપે છે.
આદુ
આદુમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે તે એલર્જીથી થતા લક્ષણોમાં રાહત આપવાનું કામ કરે છે. આદુ ખાવાથી એલર્જીથી રાહત મળે છે. એલર્જી દરમ્યાન તમે આદુનો રસ પી શકો છો, આદુ ખાઈ શકો છો અથવા તો આદુની ચા બનાવીને પણ પી શકો છો.
આ પણ વાંચો: નપુંસકતાથી પીડિત પુરુષો માટે દવા સમાન છે આ 5 વસ્તુઓ, તુરંત વધારે છે સ્પર્મ કાઉન્ટ
ખાટા ફળ
સંતરા, લીંબુ જેવા ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામીન સી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે તે એલર્જીથી પણ રાહત અપાવવામાં મદદ કરે છે.
મધ
મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે એલર્જીથી બચાવમાં પણ મદદ કરે છે. ખાસ કરીને એલર્જીના લક્ષણોને ઓછા કરવામાં મધ મદદ કરે છે. મધને પણ તમે અલગ અલગ રીતે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો તેને ખાવાથી તુરંત ફાયદો દેખાશે.
આ પણ વાંચો: High Blood Sugar: બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે નોર્મલ, સવાર સવારમાં પી લેવું આ પાણી
લસણ
લસણમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે એલર્જીથી રાહત અપાવામાં મદદ કરે છે. સાથે જ લસણમાં એવા તત્વો હોય છે જે શરીરમાં એલર્જીના કારણે થતી સમસ્યાઓને વધવાથી અટકાવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)