High Blood Sugar: બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે નોર્મલ, સવાર સવારમાં પી લેવું આ આયુર્વેદિક પાણી

High Blood Sugar: જે લોકોને ડાયાબિટીસ હોય તેઓ રોજ સવારે તજનું પાણી પીવાનું શરૂ કરે તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સવારે તજનું પાણી પીવાથી ડાયાબિટીસમાં ફાયદો તો થાય જ છે તેની સાથે શરીરને અન્ય ફાયદા પણ થાય છે.

High Blood Sugar: બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે નોર્મલ, સવાર સવારમાં પી લેવું આ આયુર્વેદિક પાણી

High Blood Sugar: ડાયાબિટીસ જીવનશૈલીના કારણે થતી સમસ્યા છે. ડાયાબિટીસ થયા પછી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો તેના કારણે હૃદય રોગ, કિડનીની બીમારી અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોનું બ્લડ સુગર વધારે રહેતું હોય તેમને નિયમિત દવા ખાવી પડે છે. જેથી તેમનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે. આ સિવાય તમે સવારના સમયે કેટલીક વસ્તુઓનું સેવન પણ કરી શકો છો જે કુદરતી રીતે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આવી જ એક વસ્તુ છે તજ. તજ એક આયુર્વેદિક મસાલો છે જે આપણા ભોજનમાં ઉપયોગમાં આવે છે. 

જે લોકોને ડાયાબિટીસ હોય તેઓ રોજ સવારે તજનું પાણી પીવાનું શરૂ કરે તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સવારે તજનું પાણી પીવાથી ડાયાબિટીસમાં ફાયદો તો થાય જ છે તેની સાથે શરીરને અન્ય ફાયદા પણ થાય છે. તજમાં એવા તત્વ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તજનું પાણી પીવાથી થતા ફાયદા

તજનું પાણી રોજ સવારે પીવાથી  ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. જો ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સારી હોય તો તે બ્લડ સુગરના સ્તરને પણ કંટ્રોલમાં રાખે છે. 

ગ્લુકોઝનું પાચન

કોઈપણ વસ્તુ ખાવામાં આવે તો તેમાંથી શરીરમાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે અને તે બ્લડ શુગર લેવલને પણ અસંતુલિત કરી શકે છે. તજ શરીરમાં ગ્લુકોઝના સ્તરને યોગ્ય પ્રમાણમાં જાળવી રાખે છે જેના કારણે બ્લડ સુગર પણ ઝડપથી વધતું નથી.

પાચન સુધરે છે

તજનું સેવન કરવાથી ભોજન કર્યા પછી શરીરમાં ગ્લુકોઝનું લેવલ જે ઝડપથી વધી જતું હોય છે તે ધીમું પડે છે. એટલે કે તજનું સેવન કરવાથી બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધતું કે ઘટતું નથી તે નિયંત્રિત રહે છે. 

કેવી રીતે બનાવવું તજનું પાણી ? 

સવારે એક કપ પાણીને ગરમ કરો અને પાણીમાં એક ચમચી તજનો પાવડર અથવા તો તજની સ્ટીક ઉમેરી દો. તેને મિક્સ કરીને ચા ની જેમ આ પાણીને ધીરે ધીરે પીવું. નિયમિત રીતે એક કપ તજનું પાણી પી લેવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news