Male Fertility: નપુંસકતાથી પીડિત પુરુષો માટે દવા સમાન છે આ 5 વસ્તુઓ, તુરંત વધારે છે સ્પર્મ કાઉન્ટ
Male Fertility: ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ પણ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા આવે છે. રિસર્ચ અનુસાર આજના સમયમાં દસમાંથી દરેક પુરુષને આ સમસ્યા જોવા મળે છે. જોકે આ સમસ્યા ગંભીર નથી જો સમયસર દવા અને ડાયટમાં ફેરફાર કરવામાં આવે તો લો સ્પર્મ કાઉન્ટની સમસ્યાને દૂર કરી શકાય છે.
Trending Photos
Male Fertility: આજના સમયમાં અનેક એવા પુરુષો છે જે ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલ અને લો સ્પર્મ કાઉન્ટ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ બધી જ તકલીફોનું મુખ્ય કારણ હોય છે ખરાબ આહાર અને વર્કઆઉટ વિનાની દિનચર્યા. ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ પણ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં સંતાન પ્રાપ્તિમાં પણ સમસ્યા આવે છે. રિસર્ચ અનુસાર આજના સમયમાં દસમાંથી દરેક પુરુષને આ સમસ્યા જોવા મળે છે. જોકે આ સમસ્યા ગંભીર નથી જો સમયસર દવા અને ડાયટમાં ફેરફાર કરવામાં આવે તો લો સ્પર્મ કાઉન્ટની સમસ્યાને દૂર કરી શકાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર એવા કેટલાક આહાર પણ છે જેનું નિયમિત સેવન કરવાથી ઈરેક્શન ડિસફંકશનની સમસ્યા અને સ્પર્મ કાઉન્ટમાં સુધારો કરી શકાય છે. તેનાથી પુરુષોની જાતીય સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા કયા ફૂડ છે જેને ડાયટમાં સામેલ કરવાથી સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધે છે.
કેળા
કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તે પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે તે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે. જે પુરુષો ઈરેક્શન ડિસફંકશનની સમસ્યા ધરાવતા હોય તેમના માટે કેળું દવા સમાન છે નિયમિત રીતે કેળા ખાવાથી સ્પર્મ કાઉન્ટ પણ વધે છે.
ડુંગળી
ડુંગળીમાં પણ એવા તત્વ હોય છે જે પુરુષો માટે કારગર સાબિત થાય છે. ડુંગળીમાં રહેલા યૌગિક હોય છે જે કામેચ્છા વધારે છે અને સ્ટ્રેસ ઘટાડે છે. જે પુરુષોના સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તેમણે નિયમિત ડુંગળીનું સેવન કરવું જોઈએ.
પાલક
લીલા શાકભાજીમાં પાલક સૌથી વધારે લાભકારી છે તેમાં ફોલેટ નામનું વિટામિન હોય છે જે પુરુષોમાં બ્લડ ફ્લોને સુધારે છે. પાલકનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોનનું લેવલ પણ વધે છે.
કોફી
એક રિસર્ચ અનુસાર દિવસમાં એક કપ કોફી પીવાથી પણ નપુંસકતાની સમસ્યા દૂર થઈ જાય છે. જે લોકો કોફી પીતા હોય છે તેમને લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા હોવાની સંભાવના ઘટી જાય છે. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં એવા ફ્લેવેનોઈડ્સ હોય છે જે બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે સાથે જ તેમાં રહેલા તત્વ સ્પર્મ કાઉન્ટને પણ બુસ્ટ કરે છે. ડાર્ક ચોકલેટનું સેવન બ્લડપ્રેશરથી લઈને બેડ કોલેસ્ટ્રોલ સુધીની સમસ્યામાં લાભ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે