નવી દિલ્હી: જો તમે સુંદર અને સફેદ દાંતોની ઇચ્છા રાખીએ છીએ તો સાવધાન થઈ જાઓ. ક્યારેક આપણી સાથે એવું થાય છે કે કંઈક ખાવાથી આપણા દાંતો પણ દાગ પડી જાય છે, અથવા તેનો રંગ લાગી જાય છે. તેનાથી લૂક તો ખરાબ થાય છે, સાથે જ આપણને સ્માઈલ કરવામાં પણ સંકોચ થયા છે. આવું ન થયા એટલા માટે અમે તમને જણાવીશું કે કઈ વસ્તુ ખાવાથી દાંતની સુંદરતા બગાડવાના ચાન્સ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાંતોની સુંદરતા બગાડી શકે છે આ 6 વસ્તુ
1. ચા

ઠંડી હોય કે ગરમી, ચા પીવી બધાને ગમે છે. જો કે ઠંડીમાં આપણી ચા થોડી વધી જાય છે, પરંતુ માનવામાં આવે છે કે દાંતો માટે ચા સારી નથી. કોફીની સરખામણીમાં ચા દાંત પર વધારે ખરાબ અસર કરે છે. કેમ કે આ દાંતના બાહ્ય પડને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. તેનાથી દાંત પીળા થવા લાગે છે.


2. કેન્ડી
સ્વિટના શોખીન લોકોને જણાવી દઈએ કે વધારે સ્વિટ ખાવું દાંત માટે સારું નથી. તેનાથી જીભનો રંગ બદલાઈ જાય છે, સાથે કેન્ડી અથવા ટોફી દાંત પર પણ દાગ છોડે છે. જો તમે વધારે ટોફી ખાઓ છો તો ઓછી કરી દો.


3. સોસ
ટામેટાં, ચિલી અથવા કોઈપણ સોસ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે, પરંતુ ઘાટા રંગના સોસ દાંત ખરાબ કરી શકે છે. તેથી, દાંતને બચાવવા માટે, હળવા રંગની અને ક્રીમી સોસ ખાઓ અને ખાધા પછી તરત જ તેને બ્રશ કરો અથવા કોગળા કરો.


4. એનર્જી ડ્રિંક્સ
જે ખોરાક કે પીણાંમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે તે પણ દાંત માટે જોખમ ઊભું કરે છે. એનર્જી ડ્રિંક્સ દાંતના બાહ્ય પડ અથવા ટૂથ ઇનેમલને પણ નુકસાન પહોંચાડે છે. તેથી વર્કઆઉટ દરમિયાન એનર્જી ડ્રિંક્સનો વપરાશ ઓછો કરવાનો પ્રયાસ કરો.


5. કાર્બોનેટેડ ડ્રિંક્સ
સોડા, કોલા અને અન્ય સોફ્ટ ડ્રિંક્સ દાંત માટે હાનિકારક છે. આ કાર્બોનેટેડ ડ્રિંક્સમાં મળતા રસાયણો દાંતને બગાડે છે અને દાંત પીળા અને નબળા પડવા લાગે છે.


6. ફળો
કેટલાક ખાસ ફળ એવા હોય છે, જેના કારણે દાંતનો રંગ બગડવા લાગે છે. બ્લુબેરી, બ્લેકબેરી, ચેરી જેવા ઘણા ફળો દાંત પર ડાઘ છોડી દે છે. તેથી, એક સારો ઉપાય એ છે કે તેમને આખું ખાવાને બદલે તેનો રસ પીવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube