Heart Attack: આ 3 આદતના કારણે આવી શકે છે હાર્ટ અટેક, તમને હોય તો આજથી જ બદલો
Heart Attack: સામાન્ય રીતે વધતી ઉંમરે થતી હાર્ટની સમસ્યા હવે યુવાઓને થવા લાગી છે. કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોય તેમ છતાં હાર્ટ અટેક આવવાથી નાની વયમાં લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે.
Heart Attack: વ્યસ્ત જીવનશૈલી અને અનહેલ્ધી ફૂડ હેબીટ્સના કારણે નાની વયના લોકોમાં પણ ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ અટેક આવવાના કિસ્સા વધી રહ્યા છે. સામાન્ય રીતે વધતી ઉંમરે થતી હાર્ટની સમસ્યા હવે યુવાઓને થવા લાગી છે. કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હોય તેમ છતાં હાર્ટ અટેક આવવાથી નાની વયમાં લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે.
આ પણ વાંચો: Migraine: માઈગ્રેનના દુખાવાથી દવા વિના મેળવવી હોય મુક્તિ તો કરો આ 4 ઉપાય
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદય સુધી રક્ત પ્રવાહ બરાબર રીતે ન થાય. જ્યારે હૃદયને રક્ત પહોંચતું નથી ત્યારે હાર્ટ અટેક આવે છે. હૃદય સુધીનું રક્ત પરિભ્રમણ ત્યારે બાદ થાય છે જ્યારે કોલેસ્ટ્રોલ કે ચરબી નસોમાં જામી જાય અને આમ થવાનું કારણ લોકોને કેટલીક આદતો હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લોકોની ત્રણ ખરાબ આદતો છે જેના કારણે હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. જો સમયસર આ આદતો બદલી દેવામાં આવે તો હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકાય છે.
આ પણ વાંચો: પપૈયું ખાધા પછી તેના બી ફેંકવાની ન કરવી ભુલ, આ રીતે ઉપયોગ કરી સુધારો સ્વાસ્થ્ય
વજન પર કંટ્રોલ ન કરવો
આજના સમયમાં મોટાભાગના લોકો વધારે વજનની સમસ્યાથી પરેશાન રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો વધારે વજનને હાર્ટ અટેકના જોખમનું સૌથી મોટું કારણ માને છે. વધારે વજનના કારણે હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેનું જોખમ વધી જાય છે અને આ બધી જ સ્થિતિ હાર્ટ એટેકનું જોખમ અનેક ઘણું વધારે છે તેથી સમય રહેતા પોતાના વજનને કંટ્રોલમાં કરી લેવું.
વ્યસન અને ચિંતા
અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ધુમ્રપાન જેવા વ્યસન અને વધારે પડતો સ્ટ્રેસ લેવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ખાસ કરીને જે લોકો ધૂમ્રપાન કરે છે તેમની ધમનીઓમાં પ્લાક જામી જાય છે જેના કારણે ધમનીનું સંકોચન થાય છે અને હૃદય સુધી રક્ત પ્રવાહ ઘટી જાય છે તેના કારણે હાર્ટ અટેક આવી શકે છે. આ સિવાય જ સ્ટ્રેસના કારણે પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચો: Weak Eyesight: વધી રહ્યા છે આંખના નંબર? તો આ 5 ફૂડ ખાવાનું કરો શરુ, ઉતરી જશે ચશ્મા
ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે બેઠાડું જીવનશૈલી હોય તેવા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જે લોકોની દિનચર્યામાં ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ હોય છે તેમનું શરીર નિષ્ક્રિય રહે છે અને ધમનીમાં ચરબી જામી જાય છે જેના કારણે રક્ત પ્રવાહ થાય છે અને હાર્ટ અટેક પણ આવી શકે છે. તેથી દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ યોગ અથવા તો વ્યાયામ કરવો જોઈએ.
આ પણ વાંચો: મહિલાઓ માટે વરદાન છે કાળી દ્રાક્ષ, ખાલી પેટ ખાવાથી મહિલાઓની આ 4 સમસ્યા થાય છે દૂર
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)