Women Health: 40 વર્ષ પછી દરેક મહિલાના શરીરમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. તેમાં વજનમાં વધારો ડાયાબિટીસ મનોબ્રહ્મ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન મેનોપોઝ પણ શરૂ થાય છે જેના કારણે તેના લક્ષણ પણ સ્ત્રીમાં જોવા મળે છે. આ સમય દરમિયાન દરેક સ્ત્રીએ પોતાની જીવનશૈલીમાં યોગ્ય બદલાવ કરવા જોઈએ. જેથી તેના સ્વાસ્થ્ય અને ખરાબ અસર ન થાય. દરેક મહિલા જે 40 વર્ષની ઉંમર પાર કરે છે તેણે પોતાના આહારમાં આ પાંચ પોષક તત્વો જરૂરથી સામેલ કરવા જોઈએ. મહિલાઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના આહારમાં આ પાંચ પોષક તત્વોનો સમાવેશ થતો હોય જેથી તેમનું સ્વાસ્થ્ય પ્રભાવિત ન થાય અને વધતી ઉંમરે પણ તે સ્વસ્થ રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


5 દિવસથી વધારે આવતું માસિક આ ગંભીર બીમારીનું હોય શકે છે લક્ષણ


પલાળ્યા પછી બમણા થઈ જાય છે આ 4 વસ્તુઓના ગુણ, ખાલી પેટ ખાવાથી થાય છે સૌથી વધુ ફાયદો


High Cholesterol દુર કરવું હોય તો રોજના આહારમાં આ 5 શાકભાજીનો કરો સમાવેશ


પ્રોટીન


મોનોપોઝ દરમિયાન મહિલાને ઘણા બધા હોર્મોનલ ફેરફારમાંથી પસાર થવું પડે છે. આ ફેરફારો ના કારણે તેના શરીરમાં ચરબી વધે છે અને સ્નાયુ ઘટી જાય છે. આવી સ્થિતિમાં વજન પણ વધવા લાગે છે. ક્યારે જરૂરી છે કે પ્રોટીનયુક્ત આહાર લેવામાં આવે જેથી સ્નાયુને થતું નુકસાન અટકાવી શકાય.


વિટામીન બી


40 થી વધુ ની ઉંમરની મહિલા માટે વિટામીન બી ખૂબ જ મહત્વનું છે. આ વિટામિન ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે સાથે જ તે લાલ રક્ત કોષિકા બનાવવામાં પણ મદદ કરે છે.


કેલ્શિયમ


વધતી ઉંમરની સાથે મહિલાઓના હાડકા ઘનત્વ ગુમાવે છે. તેવામાં હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમ લેવું જરૂરી છે અન્યથા હાટકાની ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. આ બીમારીમાં હાડકા નબળા પડી જાય છે. 40 પછીની ઉંમરમાં શરીરમાં કેલ્શિયમ બનતું નથી તેવામાં હાડકામાંથી શરીર કેલ્શિયમ લેવા લાગે છે જેના કારણે હાડકા નબળા પડી જાય છે. 


વિટામિન ડી


વિટામીન ડી કેલ્શિયમ ને અવશોષિત કરવામાં મદદ કરે છે આ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે મહિલાઓ માટે જરૂરી છે. 


આ પણ વાંચો:


ગુણકારી નાળિયેરથી પણ શરીરને થઈ શકે છે સમસ્યા, પીતાં પહેલા જાણી લો તેની આડઅસર વિશે


Low Blood Pressure ની સમસ્યા હોય તો ખાવાની શરુ કરો આ 4 વસ્તુઓ, બીપી રહેશે કંટ્રોલમાં


30 દિવસમાં વજન ઘટાડવું હોય તો નાળિયેર પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાનું શરુ કરો


ઓમેગા 3 ફેટી એસિડ


આ પોષક તત્વો મહિલાઓના હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. તે બેડ કોલેસ્ટ્રોલ ની ઘટાડે છે અને તેનું સ્તર સામાન્ય રાખવામાં મદદ કરે છે. 


આયરન


શરીરમાં હિમોગ્લોબિન બનાવવા માટે આયરનની જરૂર પડે છે. પરંતુ વધતી ઉંમરે મહિલાઓમાં આયર્નની ઉણપ સર્જાય છે જેના કારણે એનિમિયા થવાનું જોખમ વધે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)