આ શાકભાજીથી ડાયાબિટીસના દર્દીએ રહેવું દુર, ઝડપથી વધારે છે Blood Sugar
Vegetables That Increase Sugar: ડાયાબિટીસના દર્દીએ આહાર અને વ્યાયામનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આજે તમને કેટલાક એવા શાકભાજી વિશે જણાવીએ જે બ્લડ સુગરના દર્દીઓએ ન ખાવા જોઈએ. કારણ કે તેને ખાવાથી તુરંત જ બ્લડ શુગર વધી જાય છે.
Vegetables That Increase Sugar: ડાયાબિટીસના દર્દીએ આહાર અને વ્યાયામનું ખાસ ધ્યાન રાખવું પડે છે. દિવસ દરમિયાન યોગ્ય ખાવું અને નિયમિત કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં પણ તમે શું ખાવ છો તે સૌથી વધુ મહત્વનું હોય છે કારણ કે ખોરાક તમારા બ્લડ શુગરને ઝડપથી અસર કરે છે. એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જે શુગરને વધારે. આમ કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આજે તમને કેટલાક એવા શાકભાજી વિશે જણાવીએ જે બ્લડ શુગરના દર્દીઓએ ન ખાવા જોઈએ. કારણ કે તેને ખાવાથી તુરંત જ બ્લડ શુગર વધી જાય છે.
આ પણ વાંચો:
આવા લોકોએ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, ખાવાથી પેટ બની જશે 'ગેસ ચેમ્બર'
શરીરમાં હોય આ તકલીફો તો ભુલથી પણ ન ખાવું દહીં, ખાવાથી થઈ શકે છે Side Effect
આ 4 રીતે ખાશો વરિયાળી તો ઝડપથી ઘટશે પેટની ચરબી, 30 દિવસમાં વજનમાં થશે ઝડપથી ઘટાડો
ડાયાબિટીસના દર્દીએ કયા શાક ન ખાવા જોઈએ
મકાઈ
વટાણા
શક્કરિયા
બટેટા
ગાજર
બીટ
કોળુ
ખાવા જ હોય તો આ રીતે ખાવા
આમ તો આ શાકભાજી ખાવા જ ન જોઈએ પરંતુ ખાવા જ હોય તો એવી રીતે ખાવા જેથી શુગર ઝડપથી વધે નહીં. જેમ કે, ગાજર, બીટનો જ્યુસ પીવો લોકોને પસંદ હોય છે પરંતુ જ્યુસ પીવાથી શુગર ઝડપથી વધે છે. તેથી તેને સલાડમાં ઓછા પ્રમાણમાં લઈ શકાય. બટેટા, વટાણા વગેરે શાક પણ શુગરના દર્દીઓ માટે હાનિકારક છે તેથી વધારે પ્રમાણમાં અને નિયમિત રીતે તેનું સેવન ન કરવું.
ડાયાબિટીસના દર્દીઓએ આહારમાં 90 ટકા એવો ખોરાક અને શાકભાજી લેવા જોઈએ જેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને શુગર ઓછી હોય અને ફાઈબર વધુ હોય.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)