નવી દિલ્હીઃ તેમ કહેવામાં આવે છે કે વજન વધારવું દુનિયાનું સૌથી સરળ કામ છે અને વજન ઘટાડવું વિશ્વનું સૌથી મુશ્કેલ કામ છે. મોટા ભાગના લોકો આ વાક્યથી સહમત હશે. જો તમારા પણ વજન ઘટાડવાના તમામ પ્રયાસો નાકામ થઈ ગયા છે તો તમારે આ નેચરલ ડ્રિંકને તમારા ડાયટનો ભાગ જરૂર બનાવવું જોઈએ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જીરા વોટર તમારી ઓવરઓલ હેલ્થ માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેને બનાવવાની રીત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીરા વોટર રેસિપી
જીરાનું પાણી બનાવવું ખુબ સરળ છે. તે માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં લગભગ બે સ્પૂ જીરાને પલાળી રાખી દો. સારૂ પરિણામ હાસિલ કરવા માટે તમે આગામી સવારે જીરાના પાણીને ગરમ કરી લો. જલ્દી કેલેરી બર્ન કરવા માટે દરરોજ સવારે ખાલી પેટ જીરા વોટર પીવાનું શરૂ કરી દો અને કેટલાક સપ્તાહની અંદર તમને પોઝિટિવ અસર જોવા મળશે. 


શરીરમાં જમા ચરબી બાળી નાખશે
પોષણશાસ્ત્રીઓના મતે, વજન ઘટાડવાની યાત્રાને વેગ આપવા માટે જીરાના પાણીને રોજિંદા આહારમાં સામેલ કરી શકાય છે. જીરાના પાણીમાં જોવા મળતા તમામ પૌષ્ટિક તત્વો તમારા શરીરના મેટાબોલિઝમને સુધારીને સ્થૂળતાથી છુટકારો મેળવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો કે, શરીરમાં એકત્ર થયેલ વધારાની ચરબીને બાળવા માટે, તમારે આ કુદરતી પીણું પીવાની સાથે કસરત પર ધ્યાન આપવું જોઈએ.


આ પણ વાંચોઃ Diabetes: જો ઘર પર કરી લીધા આ 5 કામ, તો થોડા દિવસમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસ


મળશે ફાયદા જ ફાયદા
વજન ઘટાડવા સિવાય પણ જીરા વોટર તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે. જીરા વોટરની મદદથી તમે તમારી ગટ હેલ્થને ઘણી હદ સુધી સુધારી શકો છો. આ સિવાય જીરાનું પાણી તમારી ઇમ્યુનિટીને સુધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ ડિટોક્સ ડ્રિંકને તમારા ડેલી ડાયટનો ભાગ બનાવી તમારી સ્કિન હેલ્થને પણ સુધારી શકો છો.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.