શું તમે પણ વાયરસ શરદી-ઉધરસથી છો? તો આ 2 મસાલાની ચા બનાવી પીવાથી તુરંત મળશે રાહત
Tea For Cough And Cold: વાતાવરણના કારણે થતા શરદી અને ઉધરસને મટાડવા માટે તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર તમને ઝડપથી રાહત આપી શકે છે. તો ચાલો તમને જણાવીએ રસોડાની કઈ બે વસ્તુ છે જે તમને વાયરલ શરદી ઉધરસ થી તુરંત રાહત અપાવી શકે છે.
Tea For Cough And Cold: વાતાવરણમાં જ્યારે જ્યારે ફેરફાર થાય છે ત્યારે તેની અસર સ્વાસ્થ્ય પર દેખાવા લાગે છે. જેમાં સૌથી વધારે શરદી ઉધરસ અને તાવની સમસ્યા લોકોને સતાવે છે. ખાસ કરીને વર્ષના આ સમય દરમિયાન મોટાભાગના લોકો શરદી અને ઉધરસ થી પરેશાન જોવા મળે છે. વાતાવરણના કારણે થતા શરદી અને ઉધરસને મટાડવા માટે તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઘરેલુ ઉપચાર તમને ઝડપથી રાહત આપી શકે છે. તો ચાલો તમને જણાવીએ રસોડાની કઈ બે વસ્તુ છે જે તમને વાયરલ શરદી ઉધરસ થી તુરંત રાહત અપાવી શકે છે.
આ પણ વાંચો:
Migraine Pain: અચાનક માઈગ્રેન ટ્રિગર થાય તો આ કરો આ કામ, દુખાવાથી તુરંત મળશે રાહત
દરેક વ્યક્તિ માટે લાભકારી નથી હળદરવાળું દૂધ, આ 3 બીમારીમાં પીશો તો તબિયત લથડી જશે
24 કલાકમાં વધશે ડેંગ્યુમાં ઘટેલા પ્લેટલેટ્સ કાઉન્ટ, આ રીતે કરો પપૈયાના પાનનો ઉપયોગ
વાયરલ ઇન્ફેક્શનમાં હળદર અને લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને જો તમે લવિંગ અને હળદરવાળી ચા પીવાનું રાખો છો તો વાયરલ બીમારીઓમાં ઝડપથી આરામ મળે છે. ખાસ કરીને જો તમને શરદી અને ઉધરસ થયા હોય તો લવિંગ અને હળદરવાળી ચા તમને તુરંત આરામ આપશે.
લવિંગ એન્ટિવાયરલ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી છાતીમાં જામેલો કફ બહાર નીકળી જાય છે. લવિંગનું સેવન કરવાથી બંધ નાક પણ ખુલી જાય છે જેથી શ્વાસ લેવાની સમસ્યા થતી નથી. લવિંગ ગળાની ખરાશ પણ મટાડે છે.
હળદરની વાત કરીએ તો હળદર એન્ટી બેકટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેના કારણે વાઇરલ ઇન્ફેક્શનના કારણે થતી સમસ્યાઓ દૂર થવા લાગે છે સાથે જ શરીરના દુખાવાથી પણ રાહત મળે છે.
હળદર અને લવિંગની ચા કેવી રીતે બનાવવી ?
હળદર અને લવિંગની ચા બનાવવા માટે સૌથી પહેલા બે કપ પાણીને ઉકાળવા મૂકો. હવે તેમાં અડધી ચમચી હળદર અને છ થી સાત લવિંગ ઉમેરો. પાણી જ્યારે એક કપ જેટલું બચે ત્યારે ગેસ બંધ કરી અને તેને કપમાં ગાળી લો. હવે આ ચા માં થોડો લીંબુનો રસ અને મીઠું ઉમેરી તેનું સેવન કરો. દિવસમાં બે કે ત્રણ વખત આ ચા પીશો તો એક જ દિવસમાં શરદી ઉધરસ મટી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)