Constipation Remedies: અનિયમિત જીવનશૈલીમાં કબજિયાત એક સામાન્ય સમસ્યા બની જાય છે. તેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. જ્યારે કબજિયાત થઈ જાય તો મળ કડક અને શુષ્ક થઈ જાય છે. જેના કારણે શૌચ કરવામાં મુશ્કેલી પડે છે. કબજિયાતના કારણે પેટમાં દુખાવો, સોજો અને અન્ય ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Heart Attack: આ 3 આદતના કારણે આવી શકે છે હાર્ટ અટેક, તમને હોય તો આજથી જ બદલો


કબજિયાતને દૂર કરવા માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર ઉપલબ્ધ છે. તેમાંથી એક છે સબજાના બીજનો ઉપાય. સબજાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. ફાઇબર સ્ટૂલને નરમ કરવામાં મદદ કરે છે અને શૌચક્રિયાને સરળ બનાવે છે. કબજિયાત હોય તો રોજ રાત્રે સૂતા પહેલા 2 ચમચી સબજાના બીજનું સેવન કરો. સબજાના બીજને પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી અથવા રાત્રે જ આ બીજનું સેવન કરો. તમે આ બીજને પાણી કે દૂધ સાથે લઈ શકો છો. 


આ પણ વાંચો: Migraine: માઈગ્રેનના દુખાવાથી દવા વિના મેળવવી હોય મુક્તિ તો કરો આ 4 ઉપાય


સબજાના બીજમાં ફાઈબર અને પ્રોટીન સૌથી વધુ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ફાઈબર પેટ ભરેલું રાખે છે જેનાથી ભૂખ ઓછી લાગે છે. પ્રોટીન શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને સ્નાયૂને મજબૂત કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં સબજાના બીજ પલાળી રાખો અને સવારે ખાલી પેટ પાણી સાથે પાણી સાથે પી જવા. આમ કરવાથી ભૂખ ઓછી લાગશે અને વજન ઘટાડવામાં મદદ મળશે.


આ પણ વાંચો:પપૈયું ખાધા પછી તેના બી ફેંકવાની ન કરવી ભુલ, આ રીતે ઉપયોગ કરી સુધારો સ્વાસ્થ્ય


સબજાના બીજમાં ફાઈબર, મેગ્નેશિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ્સ વધુ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર ઘટે છે. ઓમેગા-3 ફેટી એસિડ હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે સબજાના બીજ કેન્સરને રોકવામાં મદદ કરે છે.  


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)