Viral Fever: હાલના સમયમાં વાતાવરણ વિચિત્ર થતું જાય છે. ક્યારેક ગરમી પડે તો ક્યારેક વરસાદ તુટી પડે. સાથે જ હવે ધીરે ધીરે ઠંડી પણ આવવાની શરુઆત થશે. સતત બદલતા વાતાવરણના કારણે વાયરલ બીમારીઓ ઝડપથી ફેલાય છે. વાતાવરણમાં થતા ફેરફારના કારણે લોકો તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ સમસ્યાઓથી પરેશાન થઈ જાય છે. બદલાતી ઋતુમાં આ સમસ્યાઓ સામાન્ય વાત છે. પરંતુ જો વારંવાર વાયરલ તાવ તમને આવતો હોય તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય છે. નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે. તેવામાં તમે બદલતી ઋતુમાં આ દેશી નુસખા અજમાવશો તો તેનાથી વાયરલ રોગો તમારો પીછો છોડી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બદલતા વાતાવરણમાં સૌથી વધુ કેસ તાવના જોવા મળે છે. વાયરલ ફીવર દરમિયાન વ્યક્તિના શરીરનું તાપમાન અચાનક વધવા લાગે છે. આ ઉપરાંત માથાનો દુખાવો અને શરીરના દુખાવાની સમસ્યા પણ થાય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે શરીર નબળું પડી જાય છે.  આ સિઝનલ ફ્લૂની સમસ્યાથી બચવા માટે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો. તેનાથી વાયરલ તાવ દવા વિના મટી જશે. 


આ પણ વાંચો:


શું તમને પણ પગના તળિયામાં બળતરા થાય છે? તો પીવું આ પાણી, 7 દિવસમાં તજા ગરમી થશે દુર


આ 5 ઘરેલુ ઉપાયથી દવા વિના મળશે માથાના દુખાવાથી છુટકારો, તુરંત કરે છે અસર


કૈફીનથી ભરપુર આ 4 ડ્રિંક્સ પીવાથી વધે છે Heart Attack નું રીસ્ક, તમે તો નથી પીતાને ?


1.  જો તમને વારંવાર તાવ અને શરદી થાય છે તો સૌથી પહેલા સ્વચ્છતા પર ધ્યાન આપો. ખાસ કરીને વરસાદની ઋતુમાં ઘરમાં ક્યાંય પણ પાણી જમા ન થવા દો. તેનાથી તમે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારી ફેલાવતા મચ્છરોથી બચી જશો. 


2.  આ સીઝન દરમિયાન સ્ટ્રીટ ફૂડનું સેવન કરવાથી પણ શરીરમાં રોગ ઘર કરી જાય છે. તેથી બદલાતી ઋતુમાં આવા ખોરાક ખાવાનું ટાળો. કારણ કે તે વાયરલ ફીવરનું કારણ બની શકે છે.


3. જો તમે વાયરલ તાવથી જલ્દી રાહત મેળવવા માંગતા હોય તો પાણીમાં તુલસી અને તજ ઉકાળીને પીવો. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તાવ ફરી નહીં આવે.


4.  અજમા ખૂબ જ ફાયદાકારક મસાલો છે. શરદી અને તાવથી રાહત મેળવવા માટે તમે અજમાનું સેવન કરી શકો છો. વાયરલ ફીવરમાં અજમા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે અજમાને પાણીને ઉકાળીને પીવાનું રાખો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)