Uric Acid: યુરિક એસિડ છે ગંભીર સમસ્યા, પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા કરી લો આ 4 ઉપાય
Uric Acid: આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા એટલી સામાન્ય થઈ ગઈ છે કે તમારી આસપાસ તમે ઘણા એવા લોકો જોશો જેને આ ફરિયાદ હોય. જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમના પગમાં સોજા અને સાંધામાં દુખાવો વધારે પ્રમાણમાં રહે છે. આવી સ્થિતિમાં જો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો હલન ચલનમાં પણ પ્રોબ્લેમ થવા લાગે છે.
Uric Acid: આજના સમયમાં યુરિક એસિડની સમસ્યા એટલી સામાન્ય થઈ ગઈ છે કે તમારી આસપાસ તમે ઘણા એવા લોકો જોશો જેને આ ફરિયાદ હોય. જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમના પગમાં સોજા અને સાંધામાં દુખાવો વધારે પ્રમાણમાં રહે છે. આવી સ્થિતિમાં જો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો હલન ચલનમાં પણ પ્રોબ્લેમ થવા લાગે છે. યુરિક એસિડ ની સમસ્યાથી બચવું હોય તો ડેઇલી ડાયેટમાં અને લાઈફ સ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. જો આ ફેરફાર કરવામાં ન આવે તો યુરિક એસિડ ની તકલીફ વધી શકે છે. આજે તમને આવા જ કેટલાક સરળ ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરવાથી તમે યુરિક એસિડ ની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
યુરિક એસિડ કંટ્રોલ કરવાના ઉપાય
આ પણ વાંચો:
આ 4 કાળી વસ્તુઓ બહાર નીકળેલા પેટને ફટાફટ કરશે અંદર, શરીરની ચરબીને કરી દેશે સફાચટ
આ 4 કઠોળ છે સુપરફૂડ, રોજ કરશો સેવન તો 5 ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી મળી જશે મુક્તિ
વાતાવરણના કારણે સુકી ઉધરસ થઈ હોય તો આ વસ્તુ ચુસવાનું રાખો, દવા વિના મટી જશે ઉધરસ
પૂરતા પ્રમાણમાં પાણી પીવું
જો તમે દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણી પીતા રહેશો તો તમારા શરીરમાં યુરિક એસિડ વધશે નહીં. જે વ્યક્તિના શરીરમાં યુરિક એસિડ પહેલાથી જ વધારે છે તેમણે દિવસ દરમિયાન વધારે પાણી પીવાનું રાખવું જોઈએ તેનાથી કિડની બોડીને ડીટોક્ષ કરશે અને યુરિક એસિડ પણ યુરિન મારફતે બહાર નીકળી જશે. યુરિક એસિડ ની તકલીફ હોય તેણે દિવસમાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
અજમાનું પાણી
જે લોકોને યુરિક એસિડ ની તકલીફ હોય તેમણે અજમાનું પાણી પીવું જોઈએ. અજમાને પાણીમાં ઉકાળીને અથવા તો રાત્રે પાણીમાં પલાળીને તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે અને પેટની સમસ્યાથી પણ રાહત મળે છે.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલ પણ ખૂબ જ ગુણકારી તેલ છે. આપેલ હાર્ટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે પરંતુ જો તમારું યુરિક એસિડ વધેલું રહેતું હોય તો ભોજનમાં ઓલી ઓઇલ નો ઉપયોગ શરૂ કરો તેને ખાવાથી યુરિક એસિડ નેચરલી ઓછું થાય છે.
આ પણ વાંચો:
Hing Water: પેટની સમસ્યાઓ માટે બેસ્ટ છે હિંગનું પાણી, 10 મિનિટમાં સમસ્યા થઈ જશે દુર
એક મુઠ્ઠી દાળિયા, એક ચમચી ગોળ... સવારના સમયે ખાવાથી આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તિ
પૂરતી ઊંઘ
વ્યક્તિએ સ્વસ્થ રહેવું હોય તો રોજ સાથી આઠ કલાક ઊંઘ કરવી જરૂરી છે મોટાભાગની સમસ્યાઓનું કારણ અપૂરતી ઊંઘ હોય છે. અપૂરતી ઊંઘ યુરિક એસિડ ની સમસ્યા પણ વધારી શકે છે તેથી નિયમિત રીતે પૂરતી ઊંઘ કરવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)