આ 4 કઠોળ છે સુપરફૂડ, રોજ કરશો સેવન તો 5 ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી મળી જશે દવા વિના મુક્તિ

Benefits of Pulses: નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. આજના સમયની મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ લોકોનો અનહેલ્ધી ખોરાક હોય છે. જ્યારે વ્યક્તિ પોષણયુક્ત આહારને મહત્વ આપતા નથી તો ધીરે ધીરે શરીર નબળું પડવા લાગે છે. જેના કારણે એક પછી એક બીમારી થાય છે. જો આવી સ્થિતિથી બચવું હોય તો કઠોળનું નિયમિત સેવન શરુ કરવું.

આ 4 કઠોળ છે સુપરફૂડ, રોજ કરશો સેવન તો 5 ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી મળી જશે દવા વિના મુક્તિ

Benefits of Pulses: દરેક માણસ કોઈને કોઈ સમસ્યાથી પીડાતો હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો ડોકટર પાસે ધક્કા ખાય છે અને પૈસાનો બિનજરૂરી વ્યય કરે છે. તેમ છતાં પણ સમસ્યાનું સમાધાન આવતું નથી. પણ શું તમે જાણો છો તમારી સમસ્યાની દવા તમારા રસોડામાં જ છે. જી હા, વાત થઈ રહી છે કઠોળની.. કઠોળ ખાવાથી તમે 5 ગંભીર સમસ્યાથી આસાનીથી છૂટકારો મેળવી શકશો.

કઠોળ ખાવાથી આ 5 ગંભીર સમસ્યાથી મળશે છૂટકારો

- લોહી શુદ્ધ થશે
- પાચન તંત્ર મજબૂત થશે
- હાડકા મજબૂત બનશે
- તમારુ વજન કંટ્રોલમાં રહેશે
- વાળની દરેક સમસ્યા માટે કઠોળ ફાયદાકારક

કયા કયા કઠોળ ખાઈ શકાય છે રોજ

આ પણ વાંચો:

ફણગાવેલાં ચણા  

ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું સ્તર નીચું હોય છે. તેમાં રહેલું ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે. ચણામાં રહેલું આયર્ન એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. ચણામાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને હાર્ટ એટેકથી બચાવે છે. ચણામાં રહેલાં એમિનો એસિડ્સ સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે, ટેન્શન અને સ્ટ્રેસને દૂર રાખે છે.
 
ફણગાવેલા મગ

કહેવત છે કે "મગ ચલાવે પગ".  મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો  ભરપૂર હોય છે તેમજ મગ એ એક પ્રકારની દાળ જ છે જેના ઘણા બધા ફાયદા છે. મગની દાળ ખાવાથી તેમાં રહેલા પોટેશીયમ,મેગ્નેશિયમ,જિંક જેવા ખનીજ તત્વો શરીરનો પાવર વધારવામાં મદદરૂપ થાય છે. મગની દાળ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણ કે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રમાં તેમની સામે લડવામાં મદદ કરે છે. ફણગાવેલા મગની સાથે સાથે મગનું પાણી પણ તેટલું જ મદદરૂપ છે. મગનું પાણી પીવાથી સ્કીનને લગતી ઘણી બીમારીમાં મદદરૂપ થાય છે.

રાજમા છે બેસ્ટ

ગુજરાતીઓમાં રાજમા ચાવલનું ચલણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રાજમા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. આજકાલ લોકોમાં કબજીયાતની સમસ્યા વધી રહી છે. એટલે જે વ્યક્તિને આ સમસ્યા હોય તેને રાજમાનું સેવન કરવું જોઇએ. તેમજ રાજમાને બાફી સલાડના સ્વરુપમાં આરોગવા જોઇએ. રાજમામાં વિટામિન બી, ખુબ સારા પ્રમાણમાં જોવા મળે છે. જે મગજની કોશિકાઓ માટે ખૂબ જરુરી હોય છે. રાજમામાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે.

લીલા વટાણા

લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે. એકંદરે લીલા વટાણા પાવર પેક તરીકે કામ કરે છે. તેમા રહેલા ગુણ વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વટાણામાં લો કેલરી અને લો ફેટ હોય છે. લીલા વટાણામાં હાઇ ફાઇબર હોય છે જે વજન વધવાથી રોકે છે. જો વજન ઓછુ કરવા માંગો છો તો તમારા ભોજનમાં લીલા વટાણાનો ઉપયોગ વધારે કરવો જોઇએ.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news