હાલના દિવસોમાં ફેટ ફ્રી અને કોલેસ્ટ્રોલ ફ્રી ઈચ્છતા લોકોમાં રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ વધી ગયો છે. તેઓ પરંપરાગત તેલોની જગ્યાએ રિફાઈન્ડ ઓઈલમાં ભોજન બનાવવાનું વધુ પસંદ કરે છે. તેની પાછળ એક માન્યતા એવી છે કે તે ઓછું ચીપકે તેવું હોય છે અને વપરાશ પણ ઓછો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અસલમાં કોલેસ્ટ્રોલ ફ્રી હોવાનો દાવો કરનારા આ તેલમાં અનેક હાનિકારક તત્વો હોય છે. જે તમારા બોન હેલ્થ  અને સ્કિન માટે ખુબ નુકસાનકારક હોય છે. આવો જાણીએ રિફાઈન્ડ ઓઈલથી શું નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ નુકસાનકારક હોય છે રિફાઈન્ડ ઓઈલ
હકીકતમાં ખાદ્ય તેલોને રિફાઈન્ડ કરવા માટે અનેક પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. કોઈ પણ તેલને રિફાઈન કરવા માટે 6થી 7 પ્રકારના રસાયણ ઉપયોગમાં લેવાય છે. જ્યારે ડબલ ફિલ્ટર્ડ તેલ માટે તો તેની સંખ્યા 12-13 જેટલી થાય છે. આ રસાયણોમાંથી એક પણ રસાયણ ઓર્ગેનિક હોતું નથી. અન્ય રસાયણોની સાથે મળીને તે ઝેરીલા તત્વોનું નિર્માણ કરે છે. જે શરીરમાં કેન્સરકારક  તત્વો પેદા કરે છે. 


આખી રાત પલાળી રાખેલી બદામ સવારે ખાવાથી થાય છે ખુબ ફાયદા, ખાસ જાણો 


શું કહે છે રિસર્ચ
આ મુદ્દે કરવામાં આવેલા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે રિફાઈન્ડ ઓઈલની જગ્યાએ પરંપરાગત ખાદ્ય તેલનો ઉપયોગ સરવાળે વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. કોલેસ્ટ્રોલથી બચવા માટે આપણે જે પ્રકારના રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરના આંતરિક અંગોમાંથી પ્રાકૃતિક ચીકાશ પણ છીનવી લે છે. જેનાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 


રિફાઈન્ડ ઓઈલથી થતા નુકસાન


ફેટી એસિડ ન મળે
તેનાથી શરીરને જરૂરી એવું ફેટી એસિડ ન મળે. જેનાથી આગળ જઈને સાંધા, ત્વચા અને જરૂરી અન્ય અંગો સંબંધી સમસ્યાઓ પેદા થાય છે. જ્યારે સામાન્ય તેલમાં હાજર ચીકાશ શરીરને જરૂરી ફેટી એસિડ આપે છે. 


દુનિયાનાં સૌથી મોંધા ફળો, કિંમત સાંભળીને આંખે અંધારા આવી જશે


સ્કિન માટે ખતરનાક
રિફાઈન્ડ ઓઈલ બનાવવાની પ્રક્રિયામાં જરૂરી ચીકાશ નીકળી જાય છે. જ્યારે તમારી સ્કીન માટે જરૂરી ગ્લો જાળવી રાખવા માટે તે જરૂરી હોય છે. જેનાથી ત્વચામાં ડ્રાયનેસ અને કરચલીઓ વધે છે. એજિંગ પણ ઝડપથી થાય છે. 


હાડકાને થાય છે નુકસાન
રિફાઈન્ડ ઓઈલનો લાંબો સમય ઉપયોગ કરતા હાડકાને નુકસાન થાય છે. અનેક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તેમને  ઘૂંટણ અને અન્ય સાંધાના દુ:ખાવા થાય છે. તેનાથી અસ્થિમજ્જાને પણ નુકસાન થાય છે. રિફાઈન્ડ તેલનો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે કારણ કે રિફાઈનિંગની પ્રક્રિયામાં તેલને ખુબ વધારે તાપમાન પર ગરમ કરાય છે. જેનાથી  તેમાં ઝેરી તત્વો પણ પેદા થાય છે. 


દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ કરશો તો ભારે પડશે, કરશે ઝેરનું કામ 


પરંપરાગત તેલ અને ઘી સારા
રિસર્ચ મુજબ ભોજન પકાવવામાં સરસવનું તેલ, નારિયેળનું તેલ, અને ઘી જેવા પરંપરાગત તેલ વધુ સારા છે. તે સ્વાસ્થ્ય લાભના મામલે પણ રિફાઈન્ડ અને અન્ય તેલો કરતા વધુ સારા છે. સંતૃપ્ત વસા (જેમ કે ઘી, નારિયેળ તેલ)નો ઉપયોગ એટલા માટે પણ સારો છે કારણ કે તળતી વખતે તુલનાત્મક રીતે તે સ્થિર રહે છે. 


હેલ્થના વધુ લેખ વાંચવા માટે કરો ક્લિક...