How To Control Diabetes: ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જે જીવનભર પીછો છોડતી નથી. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી અને પછી સમસ્યાઓ થવા લાગે છે. બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું હોય તો ડાયાબિટીસના દર્દીઓએ કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આવી વસ્તુઓમાં કેટલાક શાકભાજીનો પણ સમાવેશ થાય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જોખમી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ લક્ષણો જણાય તો સમજી લેવું શરીરમાં છે પાણીની ઊણપ, તબિયત ખરાબ થાય તે પહેલા ચેતી જાઓ


બદલતાં વાતાવરણમાં શરીરમાં આવે નબળાઈ તો આ વાતોનું રાખવું ધ્યાન


આ સમયે કાકડી ખાવાથી બગડી શકે છે તબીયત, જાણો ક્યારે ખાવી હિતાવહ


ડાયાબિટીસના દર્દીઓએ કયા શાક ન ખાવા


બટેટા


ડાયાબિટીસના દર્દીઓએ બટેટા ખાવાનું ટાળવું જોઈએ. બટેટા માં સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ બટેટા થી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં 


મકાઈ


મકાઈમાં અનેક ગુણ હોય છે પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારી નથી. ડાયાબિટીસના દર્દીઓએ મકાઈ ખાવાનું ટાળવું જોઈએ કારણકે અડધા કપ મકાઈમાં પણ 21 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે જે ડાયાબિટીસના દર્દીના સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. 


લીલા વટાણા


લીલા વટાણામાં પણ કાર્બોહાઇડ્રેટ અને સ્ટાર્ચ વધારે પ્રમાણમાં હોય છે. તે ડાયાબિટીસ અને પાચન તંત્રને અસર કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેને ખાવાનું ટાળવું જોઈએ.


શકકરીયા


શકરીયા પણ ગુણકારી શાક છે પરંતુ ડાયાબિટીસના દર્દી માટે તે ઝેર સમાન છે. કારણ કે શક્કરિયામાં કાર્બોહાઇડ્રેટ અને બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે તે સ્વાદમાં પણ મીઠા હોય છે પણ ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)