Vitamin B12: શું તમને પણ સતત થાક નબળાઈ લાગે છે ? વારંવાર ચક્કર આવી જવા અને યાદશક્તિ પણ નબળી પડી જવી.. જો આવું તમારી સાથે પણ થતું હોય તો શરીરમાં વિટામીન બી 12 ની ખામી હોઈ શકે છે. શરીર માટે આ વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણકે તે શરીરમાં રેડ બ્લડ સેલ નું નિર્માણ કરે છે અને નર્વસ સિસ્ટમને પણ સુચારુ રીતે કામ કરતી રાખે છે. જો શરીરમાં આ વિટામીન ની ખામી હોય તો થાક, નબળાઈ, એનીમિયા અને ડિપ્રેશન પણ થઈ શકે છે. ખાસ તો વિટામીન બી 12 ની ખામી શાકાહારી લોકોમાં હોય છે. કારણ કે વિટામીન બીટવેલ નેચરલ રીતે વધારે માત્ર માંસ, માછલી, ઈંડા અને ડેરી પ્રોડક્ટમાં હોય છે. જોકે શાકાહારી ડાયટમાં પણ એવી કેટલીક વસ્તુઓ છે જેને ખાવાથી વિટામીન બીટવેલની ખામીને દૂર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામીન બી12 થી ભરપૂર શાકાહારી વસ્તુઓ 


આ પણ વાંચો: આ વસ્તુઓ ખાવી એટલે કેન્સરને સામેથી આપવું આમંત્રણ, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ


ન્યુટ્રિશનલ યિસ્ટ 


આ યિસ્ટ વિટામીન બી 12 રીચ સોર્સ છે. એક ચમચી યિસ્ટ માં 2.5 માઈક્રોગ્રામ વિટામીન બી 12 હોય છે. રોજની જરૂરિયાત કરતાં સો ટકા વધારે છે. તેને તમે દહીં, સ્મુધી કે સલાડની સાથે ખાઈ શકો છો. 


સોયા મિલ્ક 


સોયા મિલ્ક પણ બી 12થી ભરપૂર હોય છે. એક કપ સોયા મિલ્કમાં લગભગ 1.5 માઇક્રોગ્રામ વિટામીન બી 12 હોય છે જે રોજની શરીરની જરૂરિયાતનું 60% છે. 


આ પણ વાંચો: Diabetes: સ્વાદમાં ખાટ્ટા-મીઠા આ 5 ફળથી ડાયાબિટીસ રહેશે કંટ્રોલમાં, જાણો ખાવાની રીત


ફોર્ટીફાઈડ સીરીયલ્સ 


નાસ્તામાં આ સીરીયલ્સનો ઉપયોગ કરવાથી પણ બી 12 ની ખામી દૂર થઈ શકે છે કારણ કે આ વસ્તુ પણ વિટામીન બી 12 થી ભરપૂર હોય છે. એક બાઉલ સીરીયલ્સમાં 2.5 માઈક્રોગ્રામ વિટામીન બી 12 હોય છે. 


મશરૂમ 


કેટલાક પ્રકારના મશરૂમ પણ વિટામીન બી 12 થી ભરપૂર હોય છે. અલગ અલગ પ્રકારના મશરૂમમાં વિટામીન બી 12 ની માત્રા પણ અલગ અલગ હોય છે. 


આ પણ વાંચો: Itching: પ્રાઈવેટ પાર્ટમાં આવતી ખંજળવાથી મિનિટોમાં મળશે રાહત, ટ્રાય કરો આ ઉપાય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)