Chia Seeds Benefits: આજના સમયમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના વાયરસ જેવી બીમારીએ લોકોને ભાન કરાવી દીધું છે કે સ્વસ્થ રહેવું હોય તો સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેવામાં જો તમે પણ શરીરને સ્વસ્થ રાખવા ઈચ્છો છો અને બીમાર પડવાની ગણતરી નથી તો આહારમાં ચીયા સિડ્સનું રેગ્યુલર સેવન કરવાનું શરૂ કરો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો હોય છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે ચિયા સિડ્સ શરીરને કેટલા લાભ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


આ બીમારીઓથી બચવું હોય તો ખાવાનું શરુ કરો બ્રાઉન રાઈસ, સ્વાસ્થ્યને થાય છે આટલા લાભ


માથામાં ડાબી તરફ થતો દુખાવો દવાથી પણ ન મટે તો તે હોય શકે છે આ બીમારીનું લક્ષણ


દાડમની છાલને ન સમજો કચરો, તેનો આ રીતે કરશો ઉપયોગ તો શરીર માટે સાબિત થશે ઔષધી


સોજા ઉતરે છે


ચીયા સીડ્સ ખાવાથી શરીરમાં ચડેલા સોજા ઉતરે છે. તેમાં એન્ટી ઇન્ફલિમેન્ટરી પ્રોપર્ટીઝ હોય છે જે સોજા સહિતની બીમારીઓનું જોખમ ઘટાડે છે. 


હાર્ટ એટેકનું જોખમ ઘટે છે


ચીયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટાડે છે. જે લોકો હાર્ટ પેશન્ટ છે તેમણે પણ આ બી ખાવા જોઈએ 


વજન ઘટાડવામાં મદદ


જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે પણ આ બી ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેને ડાયજેશનમાં સમય લાગે છે. તેના કારણે તમારું પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને તમે વધારે ભોજન કરવાથી બચો છો. આમ કરવાથી ધીરે ધીરે વજન ઓછું થવા લાગે છે. ખાસ કરીને પેટ અને કમરની આજુબાજુ ચરબી નહીં જામે.


રોગપ્રતિકારક શક્તિ વધે છે


ચીયા સીડ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી સંક્રમણ ફેલાવતી બીમારીઓનું જોખમ ઘટી જાય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)