માથામાં ડાબી તરફ થતો દુખાવો દવાથી પણ ન મટે તો તે હોય શકે છે આ બીમારીનું લક્ષણ

Health Tips: મોટાભાગે લોકો માથાના દુખાવો થાય એટલે પેઇનકિલર્સ લઈ લેતા હોય છે. પરંતુ કેટલીકવાર માથાનો દુખાવો ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોય શકે છે.  ખાસ કરીને જો તમને વારંવાર માથાની ડાબી બાજુ દુખાવો થતો હોય અને દવા લેવાથી પણ મટે નહીં તો તે ગંભીર સમસ્યાના કારણે હોય શકે છે.

માથામાં ડાબી તરફ થતો દુખાવો દવાથી પણ ન મટે તો તે હોય શકે છે આ બીમારીનું લક્ષણ

Health Tips: આજના સમયમાં કામ કરતાં લોકો પર એટલી બધી જવાબદારીઓ હોય છે કે તેના ટેન્શનના કારણે માથાનો દુખાવો થવો સામાન્ય વાત છે. માથાના દુખાવા સાથે ક્યારેક તાવ, શરદી જેવી તકલીફો પણ થતી હોય છે. પરંતુ ગરમીના દિવસોમાં માથામાં દુખાવો અવારનવાર થાય છે. જો કે માથાનો દુખાવો સતત રહેતો હોય તો આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. મોટાભાગે લોકો માથાના દુખાવો થાય એટલે પેઇનકિલર્સ લઈ લેતા હોય છે. પરંતુ કેટલીકવાર માથાનો દુખાવો ગંભીર સમસ્યાનું લક્ષણ પણ હોય શકે છે.  ખાસ કરીને જો તમને વારંવાર માથાની ડાબી બાજુ દુખાવો થતો હોય અને દવા લેવાથી પણ મટે નહીં તો તુરંત મેડીકલ હેલ્પ લેવી જોઈએ. આ રીતે ડાબી તરફ થતો તીવ્ર દુખાવો બ્રેઈન ટ્યુમર, સ્ટ્રોક, માઈગ્રેનનું લક્ષણ હોય શકે છે.  તેથી માથાના દુખાવાને સામાન્ય ગણી ક્યારેય નજરઅંદાજ ન કરો.

આ પણ વાંચો: 

માથાની ડાબી બાજુએ દુખાવો થવાના કારણો

1. માઈગ્રેન - આ કોઈ સામાન્ય વાત નથી જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય અને દુખાવો અસહ્ય હોય સાથે જ ચક્કર, ઉબકા અને ઉલ્ટી જેવી ફરિયાદો હોય તો તુરંત ચેકઅપ કરાવી સારવાર શરુ કરવી.

2. ક્લસ્ટર હેડએક - આ સમસ્યામાં માથાનો દુખાવો થાય છે સાથે જ આંખમાંથી પાણી આવે છે અને અચાનક ચહેરા પર પરસેવો વળે છે. સાથે જ નાકમાંથી પાણી નીકળે છે.  

3.  સવાઈકોજેનિક માથાનો દુખાવો - આ સમસ્યામાં પણ માથામાં ડાબી બાજુ દુખાવો થાય છે. તેની સાથે સુસ્તી, ઉદાસી અને ગરદનના દુખાવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news