Health Tips: હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શરીરને નિરોગી રાખે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી
Health Tips: આયુર્વેદ અનુસાર જો તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો તો તેનાથી શરીરમાંથી વાત્ત, કફ અને પિત્તના દોષ દૂર થાય છે. કારણ કે તે પાણીમાં તાંબાના ગુણ ભળી જાય છે અને તે શરીરને લાભ કરે છે. તાંબાના વાસણમાં ઓછામાં ઓછા આઠ કલાક પાણી રાખવું જોઈએ.
Health Tips: આજના સમયમાં પણ ઘણા ઘરોમાં તાંબાના વાસણનો ઉપયોગ થાય છે. જો કે આ પરંપરા ભારતમાં ઘણી સદીઓથી છે. તાંબાના વાસણમાં પકાવેલું ભોજન હોય કે તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીરને અનેક ફાયદા કરે છે. જો કે આજના સમયમાં મોટાભાગના લોકો તાંબાના બદલે કાચ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ આયુર્વેદ અનુસાર જો તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો તો તેનાથી શરીરમાંથી વાત્ત, કફ અને પિત્તના દોષ દૂર થાય છે. કારણ કે તે પાણીમાં તાંબાના ગુણ ભળી જાય છે અને તે શરીરને લાભ કરે છે. તાંબાના વાસણમાં ઓછામાં ઓછા આઠ કલાક પાણી રાખવું જોઈએ. ત્યારપછી તેને પીવાથી શરીરને નીચે દર્શાવ્યાનુસારના ફાયદા થાય છે.
આ પણ વાંચો: રોજ રાત્રે કરો પગના તળિયામાં માલિશ, પગથી માથા સુધીની સમસ્યામાં થશે અનેક ફાયદા
પાચન પ્રક્રિયા સુધરે છે
લોકોની ખાવા-પીવાની ખોટી આદતોના કારણે એસિડિટી સહિતની પાચનની તકલીફ સામાન્ય થતી જાય છે. આ સિવાય ઘણા લોકોને અલ્સર, અપચો અને ઈન્ફેક્શન જેવી સમસ્યા અવારનવાર થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી પાચન સંબંધિત દરેક સમસ્યાથી છુટકારો મળે છે.
હાર્ટ એટેકનું જોખમ ઘટે છે
અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર તાંબાના તત્વો બ્લડ પ્રેશર અને હાર્ટબીટને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જે હાર્ટ પેશન્ટ છે અથવા તો હાર્ટની બીમારીના જોખમ હેઠળ છે તેમણે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું જોઈએ. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો: કડવા કારેલાના પાન નખમાંથી પણ રોગને કરી દેશે દુર, ઠંડીની ઋતુમાં આ રીતે કરવું સેવન
વજન ઘટાડે છે
ઘણી વખત ફાઈબરયુક્ત ખોરાક ખાવા છતાં વજન ઘટતું નથી. આવી સ્થિતિમાં દરરોજ સવારે ઉઠીને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો. આ પાણી શરીરની ચરબી ઝડપથી ઘટાડે છે.
ત્વચા રહેશે યુવાન
ચહેરા પરની કરચલીઓથી છુટકારો મેળવવા માટે કોપર એક કુદરતી ઉપાય સાબિત થઈ શકે છે. પાણીમાં રહેલું કોપર ફ્રી રેડિકલને દૂર કરે છે જે ત્વચા પર કરચલીઓ બનવાનું મુખ્ય કારણ હોય છે.
આ પણ વાંચો: Uric Acid: આ ડાયટ ફોલો કરશો તો 3 મહિનામાં દુર થઈ જશે યુરિક એસિડની સમસ્યા
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)