Health Benefits Of Gold: જાણીને નવાઈ લાગશે પરંતુ સોનામાં અનેક ઔષધીય ગુણ હોય છે.  વર્ષો પહેલા રાજાઓ અને રાણીઓ સોનાના અલગ અલગ પ્રકારના ઘરેણા પહેરતા હતા. જો કે આજના સમયમાં ફક્ત મહિલાઓ જ તેમની પર્સનાલીટીને શોભે તેવા ઘરેણા પહેરવાનું પસંદ કરે છે. તો વળી કેટલાક લોકો તો સોનાના ઘરેણા કરાવે છે પરંતુ પહેરવાનું ટાળે છે. પરંતુ જો તમે સોનાના ઘરેણા પહેરો છો તો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદ અનુસાર સોનાના ઘરેણાં શરીરની નજીક હોય ત્યારે તેના ફાયદા શરીરને થાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાના ઘરેણાથી થતા સ્વાસ્થ્ય લાભ


આ પણ વાંચો:


જે લોકોને હોય આ સમસ્યાઓ તેમણે ન ખાવા મગ કે મગની દાળ, ખાવાથી થશે છે આડઅસર


ગરમીમાં શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે આ 4 ડ્રાયફ્રુટ, જાણો ખાવાની સાચી રીત


રોજ સવારે ખાલી પેટ પી લેવું આ પાણી, યુરિક એસિડ સહિતની સમસ્યાથી મળશે રાહત


રક્ત પરિભ્રમણમાં સુધારો


સોનું રક્ત પરિભ્રમણને સુધારે છે. જ્યારે કોઈ વ્યક્તિ સોનાના દાગીના પહેરે છે ત્યારે તે શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનના પ્રવાહમાં સુધારો કરે છે. સોનું પહેરવાનો મહત્તમ લાભ શરીરના તે ભાગને મળે છે જ્યાં સોનું સ્પર્શ કરતું હોય.


શરીરને આરામ મળે છે


સોનું પહેરવાથી શરીરને આરામ મળે છે. તેનાથી માથાનો દુખાવો પણ ઓછો થઈ શકે છે. એવું કહેવાય છે કે હાથની તર્જની આંગળીમાં એક પોઈન્ટ હોય છે જે માથાનો દુખાવો ઓછો કરે છે. જ્યારે તમે આ આંગળીમાં વીંટી પહેરો છો તો મસ્તિષ્કને આરામ મળે છે.


શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે


એવું માનવામાં આવે છે કે સોનામાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. તે વ્યક્તિને શરીરના તાપમાનમાં થતી વધઘટને કંટ્રોલ કરે છે. સાથે જ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.


આ પણ વાંચો:


Heart Attackના આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, મૃત્યુનું વધશે જોખમ


Sore Throat: ઉધરસના કારણે થતાં ગળાના દુખાવાને તુરંત મટાડે છે આ દેશી નુસખા


વ્યવહારમાં થતા 4 ફેરફાર મગજની બીમારી તરફ કરે છે ઈશારો, બીજા નંબરનું લક્ષણ સૌથી ગંભીર


મૂડ સુધારે છે


સોનાની જ્વેલરી મૂડ સુધારવાનું કામ કરે છે. સોનાના દાગીના પહેરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે.


ત્વચા માટે ફાયદાકારક


સોનાના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે અને તે ત્વચાને યુવાન રાખે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)