ગરમીમાં શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે આ 4 ડ્રાયફ્રુટ, જાણો ખાવાની સાચી રીત

Summer Friendly Dry Fruits: જો ડ્રાયફ્રુટને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વજન કંટ્રોલ કરવાથી લઈને બ્લડ સુગર, બ્લડપ્રેશર અને ઉનાળામાં શરીરને ઠંડું રાખવામાં પણ મદદ કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ઉનાળામાં કઈ રીતે ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. 

ગરમીમાં શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે આ 4 ડ્રાયફ્રુટ, જાણો ખાવાની સાચી રીત

Summer Friendly Dry Fruits: ડ્રાયફ્રુટ ખૂબ જ શક્તિશાળી ખાદ્ય પદાર્થ છે જેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ડ્રાયફ્રુટમાં ફાઇબર, પોટેશિયમ, મિનરલ્સ, વિટામિન્સ વગેરે ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા ગુણના કારણે ડ્રાયફ્રુટને એનર્જીનું પાવર હાઉસ પણ કહેવાય છે. જો ડ્રાયફ્રુટને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વજન કંટ્રોલ કરવાથી લઈને બ્લડ સુગર, બ્લડપ્રેશર અને ઉનાળામાં શરીરને ઠંડું રાખવામાં પણ મદદ કરી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ઉનાળામાં કઈ રીતે ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. 

આ ડ્રાયફ્રુટ ઉનાળામાં પણ કરશે ફાયદો

આ પણ વાંચો:

અખરોટ 

અખરોટમાં ભરપૂર પ્રમાણમાં આયરન, કેલ્શિયમ, કોપર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. ઉનાળામાં રાત્રે પાણીમાં અખરોટને પલાળી સવારે તેનું સેવન કરવાથી તેની તાસીર ઠંડી થઈ જાય છે. ત્યાર પછી તેને ખાશો તો ગરમીમાં પણ શરીરને ફાયદો થશે.

અંજીર

અંજીરની તાસીર ખૂબ જ ગરમ હોય છે તેથી મોટાભાગે શિયાળામાં જ તેનું સેવન કરવામાં આવે છે પરંતુ ઉનાળામાં જો તમે અંજીર ના ફાયદા મેળવવા માંગો છો તો પલાળેલા અંજીરનું સેવન કરી શકો છો. પરંતુ દિવસમાં બેથી વધુ અંજીર ખાવા નહીં.

બદામ

ઉનાળામાં બદામ પણ ફાયદો કરે છે પરંતુ તેને પણ રાત્રે પાણીમાં પલાળી દેવી જોઈએ. ઉનાળામાં પલાળેલી બદામ ખાવી હોય તો દિવસમાં ચારથી પાંચ બદામ જ ખાવી.

કિશમિશ

કિશમિશમાં પણ એવા ઘણા ગુણ હોય છે જે શરીરને શક્તિ આપે છે અને એનર્જી વધારે છે. ગરમીમાં કિસમિસ ખાવી હોય તો તેને પણ રાત્રે પાણીમાં પલાળી દેવી જોઈએ. પાણીમાં પલાળેલી કિશમિશ ગરમીમાં શરીરને ફાયદો કરે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news