નવી દિલ્હીઃ ભરપેટ અને હેલ્ધી નાસ્તો કરવો છે તો તેના માટે ઓટ્સ સારો વિકલ્પ છે. નાસ્તોમાં ઓટ્સ ખાવાથી શરીરને ભરપૂર ફાઈબર મળે છે. ઓટ્સ ખાવાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટવા લાગે છે. એટલે કે ઓટ્સનો નાસ્તો હાર્ટની બીમારીની શક્યતાને પણ ઘટાડે છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ડાયટને કારણે કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધવા લાગી છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. તેથી એવા ડાયટની પસંદગી કરો જે તમારા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાસ્તામાં ઓટ્સ ખાવાના ફાયદા
હાઈ કોલેસ્ટ્રોલના દર્દી નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરે. ઓટ્સ ખાવાથી હાર્ટ અને તમારી ઓવરઓલ હેલ્થમાં સુધાર થાય છે. ઓટ્સ નાસ્તા માટે સારો વિકલ્પ છે. ઓટ્સમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, તેમાં સોલ્યુબલ ફાઇબર હોય છે અને ડાઇજેસ્ટિવ ટ્રેક્સ હોય ચે, જે એલડીએલ કોલેસ્ટ્રોલથી અટેચ થઈ જાય છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. 


મોટાપો પણ ઘટાડે છે ઓટ્સ
ઓટ્સને વજન ઘટાડવા માટે એક સારો નાસ્તો માનવામાં આવે છે. તે મોટાપો ઘટાડવાની સાથે બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઓટ્સમાં જે ફાઇબર હોય છે, તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે અને ગટ હેલ્થમાં સુધાર થાય છે. જે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. 


આ પણ વાંચોઃ આપણા શરીરમાં વિટામિન B12ની આટલી જરૂર કેમ પડે છે? જાણો તેના વગર શું થશે


ઓટ્સમાં વિટામિન અને પોષક તત્વ
ઓટ્સ એક લો કેલેરી ફૂડ છે. તેમાં ફેટની માત્રા ન બરાબર હોય છે. ઓટ્સ વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. ઓટ્સને વિટામિન બી1, બી2, બી3, બી5, બી6 નો સારો સોર્સ માનવામાં આવે છે. આ સિવાય ઓટ્સ ખાવાથી આયરન, ઝિંક, કોપર, મેંગનીઝ, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ અને સેલેનિયમ મળે છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.