Home Remedies For Leucorrhoea: સામાન્ય રીતે યોનિમાર્ગમાંથી નીકળતું સફેદ પાણી નોર્મલ માનવામાં આવે છે. તે વજાઈનલ ક્લિનિંગનો એક ભાગ છે. જોકે, તેનું પ્રમાણ, ગંઘ અને રંગ અલગ-અલગ હોઈ શકે છે. જે ઘણીવખત ઇન્ફેક્શનનું પણ પરિણામ હોઈ શકે છે. એવામાં તમારે મુંઝાવવું એકદમ સામાન્ય વાત છે. તેનાથી છૂટકારો કેવી રીતે મેળવવો અને ડોક્ટર પાસે ક્યારે જવું જોઇએ એવા સવાલોના જવાબ તમે અહીં જાણી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ પાણી નીકળવાની સમસ્યા લગભગ દરેક પુખ્ત મહિલાઓને રહે છે. જોકે, વજાઈનલ ડિસચાર્જનું ઓછું પ્રમાણ શરીર માટે જરૂરી હોય છે. તે પ્રજનન પ્રણાલી માટે હાઉસકીપિંગનું કાર્ય કરે છે. યોનિ અને ગર્ભાશય ગ્રીવાની અંદર ગ્રંથિયો દ્વારા બનાવવામાં આવેલું આ પ્રવાહી મૃત કોશિકાઓ અને બેક્ટેરિયાને દૂર કરે છે. તે યોનિને સાફ રાખે છે અને સંક્રમણને રોકવામાં મદદ કરે છે.


WebMd ના જણાવ્યા અનુસાર મોટા ભાગના સમયે વજાઈનલ ડિસચાર્જ સંપૂર્ણ રીતે સામાન્ય હોય છે. માત્ર ભિન્ન હોઈ શકે છે, જેમ કે ગંધ અને રંગ (જો સ્પષ્ટથી દૂધિયા સફેદ હોઈ શકે છે), તમારા માસિક ધર્મના સમય પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઓવ્યુલેટ કરી રહી છો, સ્તનપાન કરાવી રહી છો અથવા યૌન ઉત્તેજના દરમિયાન વધુ પ્રમાણમાં સફેદ પાણી નીકળે છે. તો જ્યારે તમે ગર્ભવતી થવા અને હાઈજીનનું ધ્યાન ન રાખવા પર તેની ગંધ અલગ હોઈ શકે છે.


સફેદ પાણી નીકળવાનું ક્યારે બને છે મુશ્કેલી?
નોર્મલ વજાઈનલ ડિસ્ચાર્જ જોવામાં સ્પષ્ટ અથવા સફેદ હોય છે. તેની ગંધ ખરાબ નથી હોતી અને તમારા માસિક ધર્મ દરમિયાન તેની જાડાઈ બદલાઈ શકે છે, આ ઉપરાંત તેના પ્રમાણમાં વૃદ્ધિ, તીવ્ર ગંધ અને તેના રંગમાં ફેરફાર તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. એવામાં તમારે તેને રોકવાના ઉપાયો વિશે વિચારવાની જરૂરિયાત છે.


એબનોર્મલ વજાઈનલ ડિસચાર્જના કારણ
એન્ટીબાયોટિક અથવા સ્ટેરોઈડનો ઉપયોગ
બેક્ટેરિયલ વેજિનોસિસ
બર્થ કંટ્રોલ દવાઓ
સર્વાઈકલ કેન્સર
એસટીડી
ડાયાબિટીઝ
સુગંધિત સાબુ અથવા લોશન, બબલ બાથ
સર્જરી બાદ પેલ્વિક ઇન્ફેક્શન
પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીસ (પીઆઇડી)
ટ્રાઈકોમોનિએસિસ
યોનિમાં અથવા તેની આસપાસ બળતરા
યીસ્ટ ઇન્ફેક્શન


સફેદ પાણીના ઘરેલું ઉપાય
મેથીના દાણા

પાણીમાં ઉકાળી મેથીના દાણાનું સેવન કરવાથી સફેદ પાણીની સમસ્યા દૂર થાય છે. તમે મેથીના દાણાને 500 મિલિ પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ ન થઈ જાય. ત્યારબાદ આ પાણીને ઠંડુ કરી પી લો.


ભિંડાથી દૂર થશે સફેદ પાણીની સમસ્યા
ઘણા લોકોના પ્રિય ભિંડા સફેદ પાણીની સમસ્યાની સારવાર માટે એક સારો ઉપાય છે. સફેદ પાણીથી પ્રાકૃતિક રીતે રાહત મેળવવા માટે તમે ભિંડાને ઉકાળી તેના ઘટ પાણીનું સેવન કરી શકો છો. કેટલીક મહિલાઓ ભિંડામાં દહીં મિક્સ કરીને તેનું સેવન કરે છે.


ધાણાના બીજથી કરો સફેદ પાણીનો ઉપાય
સફેદ પાણીને રોકવા માટે ધાણાના બીજનો ઉપયોગ પ્રાકૃતિક ઉપાય તરીકે કરી શકાય છે. તેનું સેવન કરવા માટે થોડી ચમ્મચી ધાણાના બીજને આખી રાત પાણીમાં પલળવા દો અને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટ તેને પી લો. તે કોઈ જાખમ વગર સફેદ પાણીને દૂર કરવાના પ્રાકૃતિક ઉપચારમાંથી એક માનવામાં આવે છે.


આંબળા છે સફેદ પાણીની રામબાણ દવા
લ્યૂકોરિયાને આંબળાથી ઠીક કરી શકાય છે. તમે આંબળાના ટુકડા કરી તેને તડકામાં સુકવી દો. ત્યારબાદ તેને ક્રશ કરી તેનો પાવડર બનાવી દો. હવે 2 ચમ્મચી પાવડર લો અને તેમાં એટલા જ પ્રમાણમાં મધ ઉમેરો. એકવાર પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ પ્રભાવી ઉપચાર મેળવવા માટે આ પેસ્ટનું દિવસમાં બે વખત સેવન કરો. તમે આંબળા પાવડર અને મધને પાણીમાં મિક્સ કરી યોગ્ય પ્રમાણમાં પણ પી શકો છો.


તુલસીથી કરો સફેદ પાણીની સમસ્યા દૂર
લાંબા સમયથી લોકો સફેદ પાણીની સમસ્યાને દૂર કરવા માટે પ્રાકૃતિક ઘરેલુ ઉપાય તરીકે તેનો ઉપયોગ કરે છે. તુલસીના પત્તાનો રસ બનાવી તેમાં મધ મિક્સ કરો. તેને દરરોજ બે વખત પીવાથી સફેદ પાણીની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થાય છે. વૈકલ્પિક રૂપથી તમે સફેદ પાણીની સમસ્યાને દૂર રહેવા માટે દરરોજ દૂધની સાથે તેનું સેવન પણ કરી શકો છો.


ડોક્ટરને ક્યારે બતાવવું
લીલું, પીળું, ઘટ અથવા ચીઝ જેવું વજાઈનલ ડિસચાર્જ થવા પર ડોક્ટરને દેખાડવું એક સારો વિચાર છે. આ ઉપરાંત યોનિમાંથી તીવ્ર ગંધ અને બળતરાના મામલે પણ ડોક્ટરને જરૂરથી દેખાવું જોઇએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube