નવી દિલ્હીઃ રસોઇ અથવા તો મિઠાઇ,  ગમે તે હોય પરંતુ એલચીનો સ્વાદ અચૂક આવે જ. ઈલાયચીને આપણા ઘરમાં મસાલાની રીતે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે, ઈલાયચી ખાવાના ઘણા ફાયદા પણ છે. તો આ વીડિયોમાં અમે તમને એલચીના ફાયદાઓથી માહિતગાર કરીશું. આયુર્વેદમાં ઈલાયચીનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. જે શર્દી ખાંસીમાં રાહત આપે છે. આ ઉપરાંત એસિડિટી, મોઢાની દુર્ગંધ જેવી સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રિના સમયે ગરમ પાણી સાથે એલચી ખાવાથી નસકોરાની સમસ્યા ગાયબ થાય છે અને આરામદાયક ઉંઘ આવે છે. સૂતા પહેલા નિયમિત એલચી ખાવાથી પુરુષોમાંથી નપુંસકતા દૂર થાય છે... એલચીમાં રહેલા એન્ટી ઇંફ્લેમેટરી ગુણ ચામડી અને મોઢાના કેન્સરની સામે લડવામાં મદદરૂપ બની રહે છે. વધતા વજનની સામે પણ એલચી રક્ષણ આપે છે.


તમને જણાવી દઇએ કે, એલચી અથવા ઈલાયચી બન્ને નામથી સંબોધવામાં આવે છે. ઈલાયચીની તાસીર ઠંડી હોય છે. ગરમીની સિઝનમાં એલચીનું પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે, નિયંત્રિત માત્રામાં જ એલચીનું સેવન કરવું જોઇએ. જો એલચીનું વધુ સેવન કરવામાં આવે તો એલર્જી જેવી સમસ્યાઓ સર્જાઇ છે. કારણ કે, એલચીને સંપૂર્ણ રીતે પચાવવા માનવ શરીર સક્ષમ નથી.


ખાસ કરીને મહિલાઓએ એલચીનું સેવન કરવામાં ધ્યાન રાખવું. જો વધારે સેવન કરવામાં આવે તો ગર્ભપાતની પણ સમસ્યા સર્જાઇ શકે છે. વધારે પડતા સેવનથી ઉલ્ટી, શ્વાસમાં તકલીફ અને ગળામાં દુખાવો જેવી સમસ્યાની શક્યતા વધી જાય છે...