Health Tips: લગ્નની પહેલી રાત્રે શા માટે પીવામાં આવે છે કેસરવાળું દૂધ ? આ છે તેનું સાચું કારણ
Kesar Dudh Benefits: ભારતમાં લગ્ન દરમિયાન વિવિધ પરંપરાઓનું પાલન થાય છે અને વિધિઓ કરવામાં આવે છે. તેવી જ રીતે લગ્નની પહેલી રાત્રે કેસરવાળું દૂધ પીવાની પણ પરંપરા બની ગઈ છે. આ પરંપરાનું પાલન તો લોકો કરે છે પરંતુ તેની પાછળનું કારણ જાણતા નથી. આજે તમને તેની પાછળનું કારણ જણાવીએ.
Kesar Dudh Benefits: આ વાત તમે પણ જાણતા હશો કે લગ્નની પહેલી રાત હોય ત્યારે વર અને કન્યાને કેસરવાળું દૂધ પીવડાવવામાં આવે છે. પરંતુ શું તમે આ રિવાજ પાછળનું સાચું કારણ શું છે તે તમે જાણો છો ? ભારતમાં લગ્ન દરમિયાન વિવિધ પરંપરાઓનું પાલન થાય છે અને વિધિઓ કરવામાં આવે છે. તેવી જ રીતે લગ્નની પહેલી રાત્રે કેસરવાળું દૂધ પીવાની પણ પરંપરા બની ગઈ છે. આ પરંપરાનું પાલન તો લોકો કરે છે પરંતુ તેની પાછળનું કારણ જાણતા નથી. આજે તમને તેની પાછળનું કારણ જણાવીએ.
કેસરવાળું દૂધ પીવાનું કારણ
આ પણ વાંચો:
દવાથી પણ મટતી ન હોય ઉધરસ તો રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો, તુરંત દિવસમાં દેખાશે અસર
તમે પણ ગરમ મસાલાનો રોજ કરો છો ઉપયોગ ? તો જાણી લો વધારે ખાવાથી થતા નુકસાન વિશે પણ
પેટના દુખાવાનો રામબાણ ઈલાજ છે આ મસાલો, 10 મિનિટમાં દુખાવો કરશે દુર
લગ્ન પછી પહેલી રાતથી પતિ અને પત્ની તરીકે વર અને કન્યા પોતાના સાંસારિક જીવનની શરૂઆત કરે છે. લગ્ન પછી જ બંને એકબીજાને સારી રીતે ઓળખે છે અને સમજે છે. અને કોઈપણ નવું કામ કરવાનું હોય તો મોઢું મીઠું કરવું જરૂરી હોય છે. તેથી વર અને કન્યાના જીવનની મીઠાશ પણ જળવાઈ રહે તે માટે લગ્નની પ્રથમ રાત્રીએ તેમને કેસરવાળું મીઠું દૂધ પીવડાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કેસર અને દૂધનો ઉપયોગ શુભ પ્રસંગે કરવામાં આવે છે.
કેસરવાળું દૂધ પીવાના ફાયદા
સદીઓથી કેસરનો ઉપયોગ કામોત્તેજક દવા તરીકે પણ કરવામાં આવે છે. દૂધમાં કેસર ઉમેરીને પીવાથી નવવિવાહિક દંપત્તિને થાક અને સ્ટ્રેસથી રાહત મળે છે. કેસરનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય અને મૂડ સુધરે છે. સાથે જ શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન વધુ બને છે જેના કારણે શરીરમાં એનર્જી અનુભવાય છે.
કેવી રીતે શરૂ થઈ આ પરંપરા ?
પ્રાચીન ગ્રંથો અનુસાર કામસૂત્રમાં દૂધ પીવાનો ઉલ્લેખ મળે છે. તેમાં કહેવાયું છે કે દૂધ પીવાથી સંભોગ માટેની ઉર્જા અને શક્તિ વધે છે. કામસૂત્રમાં દૂધની અંદર વરિયાળી, કેસર, મધ અને હળદર જેવી વસ્તુઓ ઉમેરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પરંપરાનું પાલન કરીને લગ્નની પહેલી રાત્રે કેસરવાળું દૂધ પીવાની શરૂઆત કરવામાં આવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)