Winter Tips : શિયાળામાં ગળાના દુઃખાવા અને ખરાશથી છૂટકારો અપાવશે આ 5 પ્રકારની ચા
શિયાળામાં શરદી-ખાંસી એક સામાન્ય સમસ્યા છે અને તે લાંબો સમય રહેતી હોય છે, તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પણ તેમાંથી રાહત મેળવી શકો છો
નવી દિલ્હીઃ શિયાળામાં સૌથી મોટી સમસ્યા ગળામાં દુઃખાવો અને ખરાશની રહે છે. આવી સ્થિતીમાં સમજાતું નથી કે આખરે તેમાંથી કેવી રીતે રાહત મેળવી શકાય. જોકે, તમે ડોક્ટર પાસે ગયા વગર ઘરેલુ ઉપાય અજમાવીને પણ તેમાંથી રાહત મેળવી શકો છો. ભારતમાં ચા મોટાભાગના લોકો પીતા હોય છે અને આ ચા તમારા ગળાના દુઃખાવા અને ખરાશમાંથી પણ છૂટકારો અપાવી શકે છે.
અહીં અમે તમને એવી કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેનો ઉપયોગ તમે દરરોજ પીવામાં આવતી ચા સાથે કરીને ડોક્ટર પાસે ગયા વગર જ શિયાળુ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
હળદરઃ
હળદરમાં મોટા પ્રમાણમાં એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. શિયાળામાં દરરોજ તમારી ચામાં એક ચપટી હળદર મેળવીને પીવાથી શરીરમાં ગરમાટો જળવાઈ રહે છે. તેનાથી શરદી, ખાંસી જેવી શિયાળામાં થતી બિમારીમાંથી પણ છૂટકારો મળી શકે છે. હળદરની તાસીર ગરમ હોય છે, આથી શરદી જલદી થતી નથી.
કુલડીમાં કરો દૂધનું સેવન, થશે આ 6 જબરદસ્ત ફાયદા
મુળેઠીઃ
શિયાળામાં સવારની ચામાં તમે મુળેઠી નાખીને પણ પી શકો છો. તેમાં કુદરતી મિઠાસ હોવાને કારણે ચામાં મસાલા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મુળેઠીમાં રહેલા એન્ટી ડાયાબિટિક અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ મેટાબોલિક સિન્ડ્રોમના ઈલાજમાં મદદરૂપ થઈ શકે છે. સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે
આદુઃ
આદુવાળી ચા શિયાળામાં સૌની પસંદ હોય છે. ખાવામાં પણ આદુનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઉલ્લેખનીય છે કે, સ્વાદની સાથે જ આદુમાં અનેક પ્રાકૃતિક ઔષધીય ગુણ હોય છે. જો તમને શિયાળામાં ખાંસી થઈ હોય તો જરા પણ ચિંતા કર્યા વગર સવાર-સાંજ ચામાં આદુ મિલાવીને પીવી જોઈએ.
કડકડતી ઠંડીમાં એક ચમચી મધનું કરો સેવન, થાય છે આ 11 ચમત્કારિક ફાયદા
કાળા મરીઃ
કાળા મરી પણ ગળાની ખારાશ અને બંધ નાકનો રામબાણ ઈલાજ હોય છે. કાળા મરીની ચા બનાવવા માટે તમે કાળા મરીના પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેમાં મળતું પિપરાઈન ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.