ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે શિયાળો એટલે ખાઈ-પીને મસ્ત રહેવાની સિઝન. કારણકે, એવું કહેવાય છેકે, બાર મહિનામાં શિયાળા દરમિયાન તમે સારો ખોરાક લીધો હોય તો તેના કારણે તમારું આખુંય વર્ષ સ્વસ્થ રહે છે. સમગ્ર વર્ષ દરમ્યાન તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે શું ખાવું અને શું ન ખાવું તે જાણવું ખુબ જ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિયાળો ચાલી રહ્યો છે ત્યારે અમે તમને આવી 7 વસ્તુઓ જણાવીશું જેના સેવનથી તમને ખૂબ ફાયદો થશે.આ સીઝનમાં તળેલી વસ્તુઓનું સેવન પણ વધે છે, જેના કારણે પેટમાં ઘણી સમસ્યાઓ થાય છે. શિયાળામાં ભૂખ્યા પેટે આ 7 વસ્તુ ખવાથી ફાયદો થાય છે.આવો જાણીએ આ 7 વસ્તુઓ વિશે.


શોર્ટ હાઈટ અને કર્વી બૉડી હોય તો ફિકર નોટ, અપનાવો આ ફેશન ફંડા


પપૈયા


આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે પપૈયું ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.પપૈયાને ભૂખ્યા પેટે ખવતો તે તેમારા માટે સુપરફૂડ છે.પપૈયું દરેક સીઝનમાં ખૂબ આસાનીથી મળી જાય છે.પપૈયાથી કોલેસ્ટરોલ ઘટે છે, હૃદયરોગને મટાડી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.


એક જમાનામાં પાઘડી કરતી હતી આઈકાર્ડનું કામ, જાણો 370 પ્રકારની પાઘડીનો રસપ્રદ ઈતિહાસ


પલાળેલા અખરોટ


બદામની જેમ રાત્રે 2-5 અખરોટ પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો થાય છે.પલાળેલી અખરોટમાં સૂકી અખરોટ કરતા વધારે પોષક તત્વો હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube