શોર્ટ હાઈટ અને કર્વી બૉડી હોય તો ફિકર નોટ, અપનાવો આ ફેશન ફંડા

જો તમે પણ બદલાતી ફેશન સાથે અપડેટ રહેવા માગો છો પણ નીચી હાઈટના કારણે પરેશાન છો. તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આટલું જ કરો તમે પણ છવાઈ જશો.

શોર્ટ હાઈટ અને કર્વી બૉડી હોય તો ફિકર નોટ, અપનાવો આ ફેશન ફંડા

ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે હંમેશા આપણી ઉંચાઈ મુજબના કપડાઓ પસંદ કરીએ છીએ. ઘણીવાર હાઈટ નીચી હોવાના કારણે અમુક ફેશન મુજબના કપડાઓ પહેરવામાં સંકોચ અનુભવાતો હોય છે. જો તમે પણ બદલાતી ફેશન સાથે અપડેટ રહેવા માગો છો પણ નીચી હાઈટના કારણે પરેશાન છો. તો ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે એવી ઘણી ફેશન ટિપ્સ અમે તમને જણાવીશું કે જેને અપનાવીને તમે બદલાતી ફેશન સાથે સુંદર લાગી શકશો.

જો તમે નાની હાઈટ અને કર્વી બૉડી ધરાવો છો તો ફિકર નોટ, આ ફેશન ફંડા તમારા લૂકને બનાવશે બીજા કરતા કંઈક હટકે. કપડાની સાથે સાથે હિલ્સ અને જ્વેલરી પણ ખૂબ મહત્વ હોય છે. ઘણીવાર તમે ફેશન પ્રમાણે ડ્રેશ સારો પહેર્યો હોય પણ તેને મેચિંગની જ્વેલરી અને હિલ્સના પહેર્યા હોય તો આખો લૂક બદલાઈ જાય છે. માટે ફેશન મુજબ ખાસ કપડાની સાથે સાથે આ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ત્યારે નીચી હાઈટ ધરાવનારી છોકરીઓ જો આટલી વસ્તુનું ધ્યાન રાખશે તો તે અવશ્ય સુંદર લાગી શકશે. 

Alia Bhatt during a super hot photoshoot | Alia Bhatt hot and sexy pictures  | Celebs Photo Gallery | India.com Photogallery

You are likely to stop wearing high heels after reading this |  TheHealthSite.com

1. હિલ્સ
હિલ્સ એક સારો વિકલ્પ છે જે તમારી ઉંચાઇ 2થી 3 ઇંચ લાંબી બતાવી શકે છે. જો તમે નાની હાઈટ ધરાવો છો તો હિલ્સ પહેરવાથી તમારા પગ લાંબા અને પાતળા દેખાશે. હિલ્સ પહેરવાથી તમારા પગમાં દુખાવો થવો જોઈએ નહીં. તમારે એવી હિલ્સ પહેરવી જોઈએ જે તમને આરામદાયક લાગે. હિલ્સ માત્ર તમારા લૂકને ડિફરન્ટ બતાવી શકે છે.

Ileana D cruz shilling in bikini | Ileana D'Cruz swimwear and bikini  pictures | Celebs Photo Gallery | India.com Photogallery
2. પાતળી કમર
સ્લિમ કમર માટે, તમે શર્ટ અને શોર્ટ જેકેટનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમારી વેસ્ટલાઇન ઓછી પહોળી દેખાશે. તમે એવી સ્ટાઈલને ટાળો, જેમાં તમારી કમર છુપાઈ જાય છે, તમારે હંમેશાં એવા પ્રકારનાં કપડાં પસંદ કરવા જોઈએ જેમાં તમારી વેસ્ટલાઈન પાતળી દેખાય. હાઈટ ઓછી હોય અને જો કમર પણ જાડી દેખાય તો તેનાથી તમારા લૂકને બહુ અસર કરે છે. માટે નીચી હાઈટની છોકરીઓને હંમેશા પાતળી કમર દેખાઈ તેવી સ્ટાઈલ અપનાવવી જોઈએ. 

Huma Qureshi loves wearing make-up | People News | Zee News
3. એસેસરીઝ
આપણે કપડા સાથે કયા પ્રકારનાં એસેસરીઝ પસંદ કરીએ છીએ તે ખૂબ મહત્વનું છે. પોતાને સ્ટાઈલીશ દેખાડવા માટે તમે ડ્રેસની સાથે પહોળા બેલ્ટનો ઉપયોગ કરી શકો છો. પાતળી ઈયરિંગ્સથી તમારા ગળું લાંબું દેખાશે. ટૂંકા વાળ તમારા ચહેરા તરફ ધ્યાન આકર્ષિત કરશે અને તમારી ગરદન લાંબી દેખાશે. નાની હાઈટ ધરાવતી છોકરીઓએ ખાસ એસેસરીઝ પર ધ્યાન આપવું જોઈએ.

Pin on Zee Cine Awards
4. ડ્રેસિંગ સ્ટાઈલ
જે છોકરીઓની ઉંચાઈ ઓછી હોય છે, તેઓએ વર્ટિકલ સ્ટ્રાઈપવાળા ડ્રેસિસ, પેન્ટ્સ, જીન્સ અને સ્લિટ્સ, શોર્ટ સ્કર્ટસ પહેરવા જોઈએ. તમે શિયાળામાં તેમની સાથે શોર્ટ જેકેટ્સ કેરી કરી શકો છો. આ પ્રકારના ડ્રેસિઝ પહેરવાથી તમે ઉંચા દેખાશો. તમારા પગ લાંબા દેખાડવા માટે તમારે હાઈવેસ્ટ બૉટમ્સ પહેરવા જોઈએ. જો તમારે ભારતીય પહેરવું હોય તો લાંબી કુર્તી એન્કલ લેન્થ સુધી પહેરો. તમે કુર્તી સાથે સમાન રંગના પ્લાઝો કેરી કરી શકો છો.

Aishwarya Rai Wants to be Mom Again? [PHOTOS]
5. ડાર્ક રંગ
ડાર્ક રંગ તમારા પર વધુ ખીલે છે. ડાર્ક રંગની વિશેષ બાબત એ છે કે તે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. આ સાથે, તમે ડાર્ક કલરનો ડ્રેસ પહેરીને પાતળા દેખાશો. એટલે બને ત્યાં સુધી ડાર્ક કલરને પસંદગીમાં રાખવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news