આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે અને સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. મોટી મોટી મહાસત્તાઓ પણ આ વાયરસ આગળ ઘૂંટણિયે પડી છે. એટલે સુધી કે હવે આ વાયરસ વૈશ્વિક મહામારી બની ગયો છે. સ્થિતિ એટલી દુ:ખદ અને ભયાનક છે કે તેના કારણે આજે લાખો લોકો પીડિત અને હજારોના મોત થયા છે. આપણે બધા જાણીએ છીએ કે કોરોના વાયરસની હજુ કોઈ યોગ્ય સારવાર શોધી શકાઈ નથી. ડોક્ટરો અને શોધકર્તાઓ આ અંગે રોજેરોજ નવા અભ્યાસ કરી રહ્યાં છે. કોરોનાના આ યુદ્ધમાં ડોક્ટરો અને નર્સો સહિત મેડિકલ સ્ટાફ સીધી લડત લડીને લોકોને બચાવી રહ્યાં છે. સમગ્ર વિશ્વ આજે તેમને સલામ કરે છે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષની WHOની થીમ પણ 'Support nurses and midwives'' છે. એટલે કે આવો મળીને તે નર્સ, અને તમામ મેડિકલ સ્ટાફની મદદ કરીએ, જેમણે આપણી જિંદગીને ખુશહાલ બનાવી છે. તો પછી આવો આપણે આ સ્વાસ્થ્ય દિવસે તમામ ડોક્ટરો, નર્સ, મિડવાઈફ, અને દરેક પ્રકારના સ્વાસ્થ્ય કર્મીને તેમની સેવા માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીને તેમની હિંમતને સલામ કરીએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube