World Health Day: કેટલું સ્વસ્થ છે તમારું હ્રદય, ફેફસા, નર્વસ સિસ્ટમ...રમતા રમતા આ ટેસ્ટ કરીને જાણી લો
છેલ્લા કેટલાક સમયથી આરોગ્યની ચિંતા ડગલેને પગલે સતાવી રહી છે. સ્વસ્થ શરીર જ સુખની ચાવી છે. આવામાં સારું સ્વાસ્થ્ય કેવી રીતે જાણવું તે પણ એક મોટો સવાલ છે. ત્યારે અહીં અમે તમને કેટલાક ટેસ્ટ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમને તમારા આરોગ્ય વિશે જાણકારી મળી રહેશે.
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી આરોગ્યની ચિંતા ડગલેને પગલે સતાવી રહી છે. સ્વસ્થ શરીર જ સુખની ચાવી છે. આવામાં સારું સ્વાસ્થ્ય કેવી રીતે જાણવું તે પણ એક મોટો સવાલ છે. ત્યારે અહીં અમે તમને કેટલાક ટેસ્ટ વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમને તમારા આરોગ્ય વિશે જાણકારી મળી રહેશે.
એક રિપોર્ટ મુજબ આ ખાસ પ્રકારના 6 હેલ્થ ટેસ્ટ પદ્મશ્રી ન્યૂરોલોજિસ્ટ ડો.અશોક પનગડિયા, પદ્મશ્રી કાર્ડિયોલોજિસ્ટ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. કે કે અગ્રવાલ, હમીદિયાના ન્યૂરો સર્જન ડો.આઈડી ચૌરસિયા, જીએમસીના પલ્મોનરી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો.નિશાંત શ્રીવાસ્તવે તૈયાર કર્યા છે.
પહેલો ટેસ્ટ- મગજ અને શરીરનો તાલમેળ
એક મિનિટ સુધી વાંચો, અવાજ ન બદલાય તો તમે ફિટ
એક મિનિટ સુધી સડસડાટ વાંચાવા પર ધ્યાન આપો. આ દરમિયાન જો અવાજ જરાય ન બદલાય તો બ્રેન અને નર્વસ સિસ્ટમનું ફંકશન સારું ચાલે છે તેમ કહેવાય. અવાજ બદલાઈ જાય (ગળું ભરાય, અસ્પષ્ટ શબ્દો બોલાય કે સ્વર બદલાઈ જાય) તો ડોક્ટરને જરૂર બતાવજો.
બીજો ટેસ્ટ- ફેફસાની ફિટનેસની ચકાસણી
એક મિનિટમાં વાંચો, 20થી ઓછા શબ્દો વાંચી શકો તો 90 ટકાથી ઓછું O2 સેચ્યુરેશન
એક મિનિટમાં તમે વાંચવાનું શરૂ કરો અને જો તમે આ દરમિયાન 30થી ઓછા શબ્દોની ગણતરી કરો તો લગભગ 90 ટકા એવી આશંકા છે કે ઓક્સીજન સેચ્યુરેશન 94 ટકા કરતા ઓછું છે જે તેનાથી વધુ હોવું જોઈએ. તમે 20થી ઓછા શબ્દો ગણી શકો તો ડોક્ટરને જઈને મળો. કારણ કે ઓક્સીજન સેચ્યુરેશન 90 ટકાથી ઓછું હોવાની શક્યતા છે.
ટેસ્ટ 3 હ્રદય અને ફેફસાની ક્ષમતા
ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:
अमृतकलश हस्ताय सर्व भयविनाशाय सर्व रोगनिवारणाय
त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप
श्री धनवंतरी स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥
આ મંત્રના 6 શબ્દ વાંચો, 10 સેકન્ડ શ્વાસ રોકો, દોહરાવો, જો શ્વાસ ફૂલે તો સમસ્યા છે. ધનવંતરિ મંત્ર સારા સ્વાસ્થ્યની કામનાનો મંત્ર છે. આમ તો કોઈ પણ મંત્રના 6 શબ્દો તમે અભ્યાસ હેતુ લઈ શકો છો. આ જ મંત્ર હોવો જરૂરી નથી. શ્વાસની ગતિ નિયંત્રિત કરીને 10-10 સેકન્ડ માટે શ્વાસ રોકતા એક સ્વસ્થ વ્યક્તિ સરેરાશ 6 શબ્દ પ્રતિ મિનિટ વાંચી શકે છે. 10 સેકન્ડ પણ શ્વાસ ન રોકી શકતા હોવ તો ડોક્ટરને મળો. દિવસમાં એકવાર 20 મિનિટ સુધી આ પેટર્ન પર ધીરે ધીરે શ્વાસ લેવા જોઈએ.
ટેસ્ટ-4 માનસિક વિકાસ
બાળકો પાસે હ્યુમન ડ્રોઈંગ બનાવડાવો, યોગ્ય રેશિયો, તમામ અંગો એટલે યોગ્ય વિકાસ
અઢીથી સાડા પંદર વર્ષની ઉંમરના બાળકોની માનસિક ક્ષમતા જાણવા માટે ડ્રો-એ-પર્સન ટેસ્ટ કરાવવામાં આવે છે. બાળકોને મહિલા, પુરુષ અને સ્વયંનું એક ચિત્ર બનાવવાનું કહો. જો તમામ અંગ યોગ્ય રીતે બનાવવામાં આવે અને મહિલા પુરુષનું અંતર દર્શાવવામાં આવે તો સમજો કે બાળકનો માનસિક વિકાસ યોગ્ય રીતે થઈ રહ્યો છે.
ટેસ્ટ 5- યોગ્ય નર્વસ સિસ્ટમ
બિંદુની મદદથી સર્કલની અંદર સર્કલ એમ છ જેટલા સર્કલ બનાવો. અને આ ટપકાં જોડીને સર્કલ પૂરા કરી જુઓ. જો હાથ ન કાપે તો મગજ અને શરીરનો તાલમેળ સારો કહેવાય. સરળતાથી સર્કલ પૂરી કરી શકાય તો બરાબર, પણ જો આમ કરતી વખતે હાથ કાંપે કે આંખો ચક્કર ખાઈ જાય તો ડોક્ટરને બતાવી લેવું જોઈએ.
ટેસ્ટ 6- ઉતાવળ કર્યા વગર આ 3 સવાલનો ઉકેલ લાવી શકો તો 13% હાઈ આઈક્યૂવાળા કહેવાઓ
સવાલ નંબર 1 એક બેટ અને બોલની કિંમત કુલ 110 રૂપિયા છે. બેટની કિંમત બોલથી 100 રૂપિયા વધુ હોય તો બોલની કિંમત શું?
(જવાબ- બોલની કિંમત 5 રૂપિયા અને બેટની કિંમત 105 રૂ.)
સવાલ નંબર 2- જો 5 મશીન 5 મિનિટમાં 5 નાના ગેઝેટ બનાવી શકે તો 100 મશીન એટલા જ સમયમાં 100 ગેઝેટ બનાવી શકે
(જવાબ- 100 યુનિટ જ બને)
સવાલ નંબર -3 એક તળાવમાં કમળ ખિલે છે. જેના પાંદડાનો પેચ દરરોજ બમણો થાય છે. જો આખુ તળાવ 48 દિવસમાં પત્તાના પેચથી ભરાઈ જાય તો અડધા તળાવને ઢંકાવવામાં કેટલા દિવસ લાગશે?
( જવાબ- 47માં દિવસે તળાવ ભરાઈ જશે)
(ખાસ નોંધ- આ ટેસ્ટ કોઈ બીમારીની શરૂઆતની ઓળખ માટેની રીત છે. પરંતુ ડોક્ટરી તપાસ-પરામર્શ માટેનો વિકલ્પ નથી. આ ટેસ્ટ તમારા સ્વાસથ્યના માપદંડો પર આધારિત છે. સેલ્ફ ટેસ્ટનો રિપોર્ટ સામાન્ય ન હોય તો ગભરાઈ જવું નહીં. ડોક્ટરની સલાહ લેવી. )
Corona: કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, છેલ્લા 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, મૃત્યુનો આંકડો પણ ચિંતાજનક
Bijapur Naxal Attack: નક્સલીઓની કેદમાં રહેલા CRPF જવાનનો PHOTO સામે આવ્યો
PHOTOS: રસી મૂકાવ્યા બાદ 'આડઅસરથી બચવા' આટલી વાતોનું ધ્યાન રાખો, તરત કામ પર ન જાઓ....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube